Home ગુજરાત સગીરાને લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષ સખત કેદની સજા

સગીરાને લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષ સખત કેદની સજા

51
0

ઊંઝા તાલુકાના દાસજ ગામની સગીરાને વર્ષ ૨૦૧૭માં ગામના જ શખ્સે લલચાવી ભગાડી જઇ તેને ગોંધી રાખી દુષ્કર્મ ગુજારવાનો કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સગીરાને ભગાડી જનાર આરોપીને દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હૂકમ કર્યો છે.

ઊંઝા તાલુકાના દાસજ ગામની ૧૬ વર્ષની સગીરાને ગામમાં રહેતો ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજી નામનો શખ્સ લલચાવી ભગાડી ગયો હતો જેમાં સગીરાના પરિવારજનોની શોધખોળ બાદ પણ તેમની દીકરીની ભાળ ન મળતાં આ બનાવ અંગે ઊંઝા પોલીસ મથકે ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજી તેમજ ઠાકોર ગાંડાજી લાલાજી સામે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસ તપાસમાં આરોપી તેમજ સગીરા વડગામ તાલુકાના નંદોત્રા ગામેથી મળી આવતાં સગીરાના નિવેદનને આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.

જે કેસ વિસનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.બી.દરજીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ઠાકોર કિશનજી ઉર્ફે દાદુ ચંદુજીને પોસ્કો અને દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હૂકમ કર્યો હતો. કેસના અન્ય એક આરોપી ગાંડાજી લાલાજી ઠાકોરને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧૯૭૭માં કડી પાલિકાનો સભ્ય હતો ત્યારથી રાજકારણમાં કોઈનું કોઈ વચ્ચે આવતું જ રહ્યું છે : નીતિન પટેલ
Next articleમેટલ અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ યથાવત્…!!!