સગબાર પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપામારી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સગબારા પોલીસને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી વોચમાં હતા. દરમિયાન ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપી પડ્યા હતા. બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો આજમાવતા હોય છે. સાગબારા પોલીસે મહારાષ્ટ્રથી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં બુટલેગર દ્વારા તદ્દન નવી તરકીબ અપનાવવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રીક ટી.સી. જેવા પતરાના બોક્સ બનાવી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.
ત્યારે બુટલેગરની નવી તરકીબને સાગબારા પોલીસે નાકામ કરી છે અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની અટકાયત કરી છે. આઇસર ટેમ્પામાં ટી.સી. જેવા દેખાવવાળી લોખંડ પતરાની પેટીઓની અંદર ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો હતો. જેમાં બીયર ટીન નંગ-2088 કિંમત રૂ.7,17,600નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન, ટી.સી. જેવા દેખાવવાળી લોખંડની પેટીઓ નંગ-16 કિંમત રૂ.32,000 તથા આઇસર ટેમ્પો રૂ.6,00,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 13,54,600 સાથે બે આરોપીઓ (1) અનવર સલીમ ખાન (2) રીહાન સલીમ ખાનને પકડી પાડ્યા હતા.
તેમજ વોન્ટેડ આરોપી હરીશ પટેલ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી પ્રોહીબીશન ગણનાપાત્ર કેસ શોધી કાઢી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.