Home દેશ સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

46
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
ભાજપે પોતાના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા છે. ભાજપના આ સંસદીય બોર્ડના અધ્યક્ષ જેપી નડ્ડા હશે. સર્વાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાને ભાજપે બોર્ડૅમાં સામેલ કર્યા છે. તમને જણાવી દઇએ કે સંસદીય બોર્ડ ભાજપની સૌથી તાકતવર સંસ્થા છે. પાર્ટીના તમામ મોટા ર્નિણય આ બોર્ડ દ્રારા લેવામાં આવે છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં તો જગ્યા મળી નથી, પરંતુ તેમને બીજી તાકાતવર સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનથી આવનાર ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપ સંસદીય બોર્ડની સંપૂર્ણ યાદી ઃ જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ), નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બી. એસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા, બી એલ સંતોષ (સચિવ),
ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ ઃ જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ), નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બી. એસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બી એલ સંતોષ (સચિવ), વનથી શ્રીનિવાસ (હોદ્દેદાર)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેડિયો માટે પણ લેવું પડતું હતું લાઈસન્સ જાણો રોચક કહાની
Next articleતામિલનાડુમાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટમાં ગરમ પાણી નાખ્યું