Home દેશ સંજય રાઉતનું નિવેદન આપતા કહ્યું કે, “અમને તો પોતાના લોકોએ જ દગો...

સંજય રાઉતનું નિવેદન આપતા કહ્યું કે, “અમને તો પોતાના લોકોએ જ દગો કર્યો”

40
0

(જી.એન.એસ),તા.૩૦
મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે અમને તો પોતાના લોકોએ જ દગો કર્યો. જે લોકો પોતે દગાબાજ છે તેઓ ઉદ્ધવ ઠાકરેને કેવી રીતે દોષ આપી શકે. તેમણે કહ્યું કે અમારા લોકોએ જ ખંજર ભોંક્યું છે. શિવસેના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે અમે ઉદ્ધવ ઠાકરે સાથે છીએ. જ્યારે અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે શિંદે સમર્થકોએ બાળા સાહેબના હિન્દુત્વને આગળ વધારવા માટે વિદ્રોહ કર્યો. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ થશે. ભાજપની કોર કમિટીની આજે મહત્વની બેઠક છે. આ બેઠક દેવેન્દ્ર ફડણવીસના ઘરે થશે અને તેમા આગળની રણનીતિ પર ચર્ચા થશે. આ ઉપરાંત બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની પણ મુલાકાત થઈ શકે છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને બહુમત સાબિત કરવા કહ્યું હતું. પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. રાજ્યપાલે બંધારણીય શક્તિનો ઉપયોગ કરતા ઉદ્ધવ સરકારને ૩૦ જૂને બહુમત સાબિત કરવા કહ્યું હતું. ઉદ્ધવ સરકાર રાજ્યપાલના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ પરંતુ સુપ્રીમ કોર્ટે પણ ફ્લોર ટેસ્ટ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા ઉદ્ધવ ઠાકરેએ ત્યારબાદ સીએમ પદેથી રાજીનામું ધરી દીધુ. ફ્લોર ટેસ્ટ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધુ. ફેસબુક લાઈવ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી. ઉદ્ધવે ક હ્યું કે શિવસેનાને ફરીથી ઊભી કરીશ. મારો સાથ આપનારાનો આભાર, રાજીનામા પહેલા ઉદ્ધવ ઠાકરેએ એકવાર ફરીથી ભાવુક થઈને જનતા પાસે ઈમોશનલ કાર્ડ ખેલ્યું. કેબિનેટમાં રહેલા તમામ સહયોગી પક્ષોનો આભાર માન્યો. આ સાથે જ કહ્યું કે જાે છેલ્લા અઢી વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ આજથી નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ જશે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેમણે ભાજપના ધારાસભ્યો સાથે હોટલમાં મુલાકાત કરી. આગળની યોજનાના સવાલ પર તેમણે કહ્યું કે આજે બધું ખબર પડી જશે.મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં ૨૯ જૂનનો દિવસ ખુબ મહત્વનો રહ્યો. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ. તેમણે આ સાથે જ વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડ્યું. ત્યારબાદ રાજ્યમાં હલચલ વધી ગઈ છે. એવા ખબર છે કે બળવાખોર ધારાસભ્યો આજે મુંબઈ જશે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ભવનની આજુબાજુ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું ૧ દિવસમાં નવા કેસમાં ૩૦ ટકાનો ઉછાળો
Next articleઉદયપુર હત્યા કેસના આરોપીએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ