Home ગુજરાત ઉત્તર ગુજરાત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર (પરશુરામ ફાઉન્ડેશન પ્રેરિત) – ‘વિદ્યાર્થી પારિતોષિક સન્માન’...

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર (પરશુરામ ફાઉન્ડેશન પ્રેરિત) – ‘વિદ્યાર્થી પારિતોષિક સન્માન’ તેમજ ‘વરિષ્ઠ બ્રાહ્મણ સન્માન’ કાર્યક્રમ યોજાયો

28
0

(GNS),17

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ન્યુ ગાંધીનગર દ્વારા આગામી કાર્યક્રમ સરગાસણ, પોર, અંબાપુર ગામનો રેડિયન્ટ સ્કુલ, સરગાસણ ખાતે ૨૩-૦૭-૨૦૨૩ને રવિવારના રોજ તેમજ રાંધેજા, કોલવડા, રૂપાલ, પેથાપુર ગામનો કાર્યક્રમ રાંધેજા બ્રહ્મસમાજની વાડી, રાંધેજા ખાતે તા. ૩૦-૦૭-૨૦૨૩ને રવિવારના રોજ યોજાશે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર (પરશુરામ ફાઉન્ડેશન પ્રેરિત) ‘બ્રહ્મ શૈક્ષણિક સમિતિ’ દ્વારા આયોજીત ‘વિદ્યાર્થી પારિતોષિક સન્માન’ તેમજ ‘વરિષ્ઠ બ્રાહ્મણ સન્માન’ ૬૦ વર્ષથી વધુના વડીલોનું સન્માન સમારોહ ઉવારસદના  બારગામ પાટીદાર સમાજની વાડી ખાતે યોજાયો. શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગરના વાવોલ, ઉવારસદ, અડાલજ તેમજ ખોરજ ગામના બ્રહ્મબંધુઓ એકત્રિત થઈ આ આયોજનને સફળ બનાવ્યો.

તા. ૧૬-૦૭-૨૦૨૩ને રવિવારના રોજ બારગામ કડવા પાટીદારની વાડી, ઉવારસદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વાવોલ, અડાલજ, ઉવારસદ, ખોરજના ભૂદેવોનું ન્યુ ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવ સંગઠન પર્વની ઊજવણીના ભાગરૂપે ૧૫૨થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા તેમજ ૧૦૪થી વધુ વડીલો તેમજ અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગ્ટ્ય કરી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ત્રિવેદી સાહેબ ડિસ્ટ્રીક જ્જ ખાસ ઉપસ્થિત રહી દિપ પ્રાગ્ટય કાર્યક્રમમાં જાેડાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના કાર્યકરો, હોદ્દેદારોએ ખુબ પ્રસંશનીય કામગીરી કરી હતી. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ન્યુ ગાંધીનગરના કાર્યક્રમમાં આશરે ૪૫૦થી વધુ બ્રહ્મબંધુઓ એકત્રિત થયા હતા અને કાર્યક્રમનું સ્થળ જયનાદ, હર હર મહાદેવ, જય પરશુરામના નારાથી ગુંજી ઊઠ્યું હતું. વિદ્યાર્થી પારિતોષિક સન્માન તેમજ વરિષ્ઠ બ્રાહ્મણ સન્માન કાર્યક્રમ બાદ સૌ બ્રહ્મબંધુઓએ સાથે અલ્પાહાર કર્યો હતો.

જેમાં શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગરના પ્રમુખ વિપુલભાઈ ઠાકર, ઉપપ્રમુખ ડો. સુનિલભાઈ, સંગઠન મંત્રી કામેષભાઈ, યુવા ઉપપ્રમુખ પુષ્પકભાઈ શુક્લ, અશ્વિનભાઈ રાવલ, કુડાસણ પ્રમુખ અમિતભાઈ, મહિલા પાંખના મીતાબેન, ભારતીબેન અને જાનીદાદાના માર્ગદર્શન હેઠળ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર, વાવોલના પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર, ઉપપ્રમુખ મનીષભાઈ રીછારીયા, મહામંત્રી નીરવભાઈ ત્રિવેદી, મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન રાવલ, મહિલા ઉપપ્રમુખ કલ્પનાબેન રીછારીયા, મહિલા મહામંત્રી કલ્પનાબેન રાવલ, તેમજ યુવા પ્રમુખ ભૌમિકભાઈ રાવલ, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ દવે, યુવા મહામંત્રી હાર્દિકભાઈ વ્યાસ તથા વાવોલ કમિટીના કારોબારી સભ્યો અને વાવોલ ગામના બહ્મબંધુઓ તેમજ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર, ઉવારસદના પ્રમુખ વિક્રમભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ લાલભાઈ દીક્ષિત, મહામંત્રી મુકેશભાઈ પંડ્યા, યુવા પ્રમુખ ત્રત્વિક ભટ્ટ, મહિલા પ્રમુખ યોગીનીબેન ભટ્ટ, મહિલા મહામંત્રી જાનકીબેન રાવલ તેમજ કારોબારી સભ્યો અને ઉવારસદ ગામના બ્રહ્મબંધુઓ તેમજ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ન્યુ ગાંધીનગર, અડાલજના પ્રમુખ લલીતભાઈ જાેશી, ઉપપ્રમુખ વિપુલભાઈ ઉપાધ્યાય, મહામંત્રી મુકેશભાઈ પુરોહિત, મહિલા પ્રમુખ હેતલબેન પુરોહિત, મહિલા ઉપપ્રમુખ ભાવિકાબેન જાેષી, મહિલા મહામંત્રી રૂપલબેન ભટ્ટ, યુવા પ્રમુખ હિરેનભાઈ ઉપાધ્યાય, યુવા ઉપપ્રમુખ અભિષેકભાઈ ભટ્ટ, યુવા મહામંત્રી હાર્દિકભાઈ જાની તેમજ કારોબારી સભ્યો અને અડાલજ ગામના બ્રહ્મબંધુઓ સાથે ખોરજ ગામના બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ન્યુ ગાંધીનગર દ્વારા આગામી કાર્યક્રમ સરગાસણ, પોર, અંબાપુર ગામનો રેડિયન્ટ સ્કુલ, સરગાસણ ખાતે ૨૩-૦૭-૨૦૨૩ને રવિવારના રોજ તેમજ રાંધેજા, કોલવડા, રૂપાલ, પેથાપુર ગામનો કાર્યક્રમ રાંધેજા બ્રહ્મસમાજની વાડી, રાંધેજા ખાતે તા. ૩૦-૦૭-૨૦૨૩ને રવિવારના રોજ યોજાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૮-૦૭-૨૦૨૩)
Next articleભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ