(GNS),13
ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતુ. શ્રીલંકાની રાજધાની કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી સુપર ફોરની મેચમાં ભારતીય બેટિંગ પત્તાના મહેલની જેમ ધ્વસ્ત થવા લાગી હતી, શ્રીલંકન સ્પિનર દુનિથ વેલ્લાલગેએ એવો તરખાટ મચાવ્યો હતો. પરંતુ ત્યાર પછી ટીમ ઈન્ડિયાના બોલરોના વખાણ કરવા પડશે જેમણે ભારતને લો જીત અપાવી હતી. હવે સૂપર 4 સ્ટેજમાં જ ટીમ ઈન્ડિયા 15 સપ્ટેમ્બરે સુપર ફોરમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. દુનિથ વેલ્લાલગેએ (Dunith Wellalage) ભારતનાં 5 સૌથી મોટા બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે 42 રન પણ બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. તેના ઓલ રાઉન્ડ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રીલંકન ટીમ હારી ગઇ હતી પણ આ ખેલાડીએ દિલ જીત્યું હતું.
ભારતે આપેલા 214 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમ 172 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 25 રનના કુલ સ્કોર પર તેને 3 ઝટકા લાગી ગયા હતા. ત્યાર પછી અસલંકા અને ધનંજય ડી સિલ્વાએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ જોડીએ પણ આશા છોડી દીધી હતી અને ટીમ આખરે હારી ગઇ હતી. શ્રીલંકા તરફથી અસલંકાએ 22 રન બનાવ્યા હતા જ્યારે સાદિરા સમરવિક્રમા 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કુસલ મેન્ડિસે 15 રનનું યોગદાન આપ્યું હતું. ઓપનર પથુમ નિસાન્કાએ 6 રન જ્યારે દિમુથ કરુણારત્નેએ 2 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન દાસુન શનાકા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. દુનિત વેલાલાગે (40/5) અને ચરિથ અસલંકાના (18/4) કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે શ્રીલંકાએ ભારતીય ટીમને 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. એક દિવસ પહેલા ભારતીય ટીમે આ જ મેદાન પર બે વિકેટે 356 રન બનાવીને પાકિસ્તાન સામે રેકોર્ડ 228 રનથી જીત મેળવી હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 48 બોલમાં 53 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને શુભમન ગિલ (13) સાથે પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. વેલાલ્ગેએ તેની પ્રથમ ત્રણ ઓવરમાં ગિલ, વિરાટ કોહલી અને રોહિતને આઉટ કરીને ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ત્યાર પછી બેટિંગમાં પણ તેણે નોટ આઉટ 42 રન બનાવ્યા હતા પણ તેમ છતાં એ ટીમને જિતાડી શક્યો નહોતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.