Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી શ્રીમતી નિર્મલા સીતારમણે નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

શ્રીમતી નિર્મલા સીતારમણે નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

18
0

(જી.એન.એસ) તા. 12

નવી દિલ્હી,

શ્રીમતી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. શ્રીમતી સીતારમણે નોર્થ બ્લોક સ્થિત કાર્યાલયમાં નાણા સચિવ ડૉ. ટી.વી. સોમનાથન અને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના અન્ય સચિવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું, પીએમએ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે ફરીથી કામ કરવાની અને તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને તેના લોકોની સેવા કરવાની તક આપી તે બદલ તેમનો આભાર.

શ્રીમતી સીતારમણે છેલ્લા 10 વર્ષોમાં મજબૂત નેતૃત્વ અને વિકાસલક્ષી શાસનની પ્રશંસા કરી, જેણે વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનકારી ફેરફારો કર્યા અને એક મજબૂત અને સ્થિતિસ્થાપક અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે.

કાર્યભાર સંભાળ્યા બાદ, નાણાં અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય પ્રધાનને નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વિવિધ વિભાગોના સચિવો દ્વારા ચાલુ નીતિ વિષયક મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

તેમણે નોંધ્યું હતું કે સરકાર પોતાના નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે આગળના પગલાં લેવાનું યથાવત રાખશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે એમ પણ જણાવ્યું હતું કે 2014થી કરવામાં આવેલા સુધારાઓ યથાવત રહેશે, જેનાથી ભારતને વ્યાપક આર્થિક સ્થિરતા અને વિકાસ મળશે. તેમણે વૈશ્વિક પડકારો વચ્ચે તાજેતરના વર્ષોમાં ભારતની પ્રશંસનીય વૃદ્ધિની વાત પણ પ્રકાશિત કરી અને નોંધ્યું કે આગામી વર્ષો માટે આર્થિક દૃષ્ટિકોણ આશાવાદી છે.

તેમણે વિભાગોને એનડીએ સરકારના વિકાસના એજન્ડાને નવેસરથી જોરશોરથી આગળ વધારવા અને પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત’ના વિઝનને હાંસલ કરવા માટે પ્રતિભાવશીલ નીતિનિર્માણ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો.

કેન્દ્રીય નાણાંમંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’માં વિશ્વાસ રાખે છે અને મજબૂત અને ગતિશીલ અર્થતંત્ર સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગ જગતના નેતાઓ, નિયમનકારો અને નાગરિકો સહિત તમામ હિતધારકોને સતત સમર્થન અને સહકાર માટે હાકલ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી
Next articleશ્રી વી. સોમન્નાએ જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો