Home ગુજરાત શ્રીનગર એરપોર્ટ પર 2 ગ્રેનેડ સાથે જવાન પકડાયો, કહ્યું માછલી મારવા જતો...

શ્રીનગર એરપોર્ટ પર 2 ગ્રેનેડ સાથે જવાન પકડાયો, કહ્યું માછલી મારવા જતો હતો

403
0

(જી.એન.એસ), તા.૩
શ્રીનગર એરપોર્ટ પરથી સેનાના એક જવાનની ધરપકડ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે ચેકિંગ દરમ્યાન તેમના સામાનમાંથી બે ગ્રેનેડ મળ્યા હતા. તેઓ LOC નજીક ઉરી સેકટરમાં તૈનાત હતા. પોલીસને મળતી માહિતી પ્રમાણે તેઓ દિલ્હી માટે ફ્લાઇટમાં જઇ રહ્યાં હતા ત્યારે તેમની બેગનું ચેકિંગ કરતાં સમયે બે ગ્રેનેડ મળ્યા, ત્યારબાદ જવાનની ધરપકડ કરી લેવાઇ છે.
આર્મીના સૂત્રોનું કહેવું છે કે પકડાયેલ જવાન દાર્જીલિંગનો છે અને તેણે ગ્રેનેડ લઇને જવાનું સ્વીકાર્યું. તેનું કહેવું છે કે નદીમાં બ્લાસ્ટ કરીને માછલીઓ પકડવા માટે ગ્રેનેડ લીધા હતા. તેણે આ મામલે જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs)ની સંડોવણી કબુલી છે. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
શ્રીનગર એરપોર્ટ પર પકડાતાની સાથે જ જવાન કહેવા લાગ્યો હતો કે તેમના ઓફિસરે જ તેમને આ ગ્રેનેડ આપ્યા છે, પરંતુ પોલીસને તેમના આ નિવેદન પર વિશ્વાસ નહોતો બેઠો. આ કેસને લઇને પોલીસ તપાસ કરી રહ્યું છે ને એ જાણી રહ્યું છે કે આ કોઇ મોટા ષડયંત્રનો તો હિસ્સો તો નહોતો ને? જવાન એક સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી જઇ રહ્યો હતો. આ વિમાનમાં સેનાના બીજા જવાન પણ દિલ્હી આવી રહ્યા હતા આથી ગ્રેનેડની સાથે જવાનને પકડવું એક મોટી દુર્ઘટના ટળવાના સંકેતની દ્રષ્ટિથી પણ જોઇ રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleLoC પર પાકિસ્તાનની નાપાક હરકત, ફરીથી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
Next articleCM યોગીનો વધતો જબરદસ્ત ક્રેઝ, હિન્દુ યુવા વાહિની માટે દરરોજ 5000 અરજી