Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી શ્રમ સચિવે ઈપીએફઓ સુધારા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

શ્રમ સચિવે ઈપીએફઓ સુધારા પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

28
0

(જી.એન.એસ) તા. 14

નવી દિલ્હી,

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ શ્રીમતી સુમિતા ડાવરાએ 13મી જૂન 2024ના રોજ ઈપીએફઓમાં સુધારા અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સીપીએફસી શ્રીમતી ડૉ. નીલમ શમી રાવ અને શ્રમ અને રોજગાર મંત્રાલય તથા ઈપીએફઓ​​ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

શ્રીમતી ડાવરાએ દાવાઓની પતાવટને સ્વચાલિત કરવા અને દાવાની અસ્વીકૃતિને ઘટાડવા માટે ઈપીએફઓ દ્વારા હાલમાં જ ભરેલા પગલાંની પ્રશંસા કરી. દાવાના ઝડપી નિકાલ માટે, ઈપીએફઓ ​​દ્વારા બીમારી, શિક્ષણ, લગ્ન અને આવાસ માટે 1 લાખ સુધીના એડવાન્સનું સ્વચાલિત સમાધાન લાગુ કર્યું છે. લગભગ 25 લાખ એડવાન્સ ક્લેમ ઓટો મોડ પર સેટલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પતાવટ કરાયેલા 50%થી વધુ બીમારીના દાવાઓની પતાવટ ઓટો મોડ પર કરવામાં આવી છે. આનાથી દાવાઓની પતાવટની ઝડપ વધી છે અને તેમાંથી મોટી સંખ્યામાં હવે 3 દિવસમાં પતાવટ કરવામાં આવી રહી છે.

સભ્યોના કેવાયસી આધાર લિંક્ડ એકાઉન્ટ્સ માટે અપલોડ કરાયેલ બેંક એકાઉન્ટની ચેકબુક/પાસબુકની જરુરિયાતને સમાપ્ત કરી દેવાઈ છે, જેના કારણે છેલ્લા એક મહિનામાં લગભગ 13 લાખ દાવાઓમાં ચકાસણીની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે.

ઈપીએફઓએ અધૂરા કેસો પરત કરવા અને અયોગ્ય કેસોને નકારવા માટે સભ્યોની સરળ સમજણ માટે ટિપ્પણીઓને પણ ઘટાડી અને તર્કસંગત બનાવી છે.

ઓટો ટ્રાન્સફરની સંખ્યામાં પણ ત્રણ ગણો વધારો થયો છે અને એપ્રિલ-24માં 2 લાખની સંખ્યા વધીને મે-2024માં 6 લાખ થઈ ગઈ છે. શ્રીમતી ડાવરાએ ઈપીએફઓને પ્રણાલીગત સુધારા માટે સક્રિય પગલાં ચાલુ રાખવાની સલાહ આપી છે.

ઈપીએફઓ પોતાના એપ્લિકેશન સોફ્ટવેરને નવેસરથી તૈયાર કરવાની પ્રક્રિયામાં છે, જેમાં પ્રત્યેક સભ્ય માટે યૂએએન આધારિત સિંગલ એકાઉન્ટિંગ સિસ્ટમ અને દાવાના ઝડપી પતાવટ માટે ન્યૂનતમ માનવ હસ્તક્ષેપ સાથે પ્રક્રિયાના પ્રવાહને સ્વચાલિત કરવાની પ્રક્રિયામાં સામેલ છે. નવું સોફ્ટવેર સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ (સીડેક)ની સલાહ મુજબ વિકસાવવામાં આવી રહ્યું છે.

સમીક્ષા બેઠકમાં સામાજિક સુરક્ષાના વિસ્તરણની જરૂરિયાત અને જીવનની સરળતા અને વ્યવસાયમાં સરળતા માટે નવી પહેલની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન લિટિગેશન મેનેજમેન્ટ અને ઓડિટમાં ઓપરેશનલ રિફોર્મ્સની પણ ચર્ચા કરવામાં આવી હતી.

શ્રીમતી ડાવરાએ અધિકારીઓને અસરકારક સામાજિક સુરક્ષા વ્યવસ્થા માટે નજીકના સંકલનમાં કામ કરવાનો આગ્રહ કર્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શરતી યુદ્ધવિરામની તૈયારી બતાવી
Next articleઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે જેસલમેરમાં બીએસએફ સૈનિક સંમેલનને સંબોધન કર્યું