(GNS),28
ગુરુવારે ભારતીય શેરબજાર સકારાત્મક ખુલ્યું હતું. જોકે બાદમાં ઉતાર – ચઢાવ દેખાયો હતો. મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં સારી ખરીદી નોંધાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 66,400ને પાર કરી ગયો હતો. આ જ નિફ્ટી પણ ઈન્ટ્રાડેમાં 19,766ના સ્તરને સ્પર્શ્યો હતો. શેર બજારની તેજીના કારણે મેટલ અને સરકારી બેંકિંગ શેરોમાં મહત્તમ ખરીદી નોંધાઈ રહી છે. નિફ્ટી એલ એન્ડ ટી શેર 1.25 ટકાના વધારા સાથે ટોપ ગેનર છે. જ્યારે ટેક મહિન્દ્રાનો શેર ટોપ લૂઝર છે. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 173 પોઈન્ટના વધારા સાથે 66,118 પર બંધ થયો હતો. આજે ગુરુવારે શેરબજારનો ટ્રેડિંગની જોરદાર શરૂઆત થઇ છે. BSE સેન્સેક્સ 139 પોઈન્ટ ઉછળીને સવારે 66,257 ના સ્તરે જ્યારે નિફ્ટી 33 પોઈન્ટ વધીને 19749 ના સ્તરે ખુલ્યો હતો.
જો આપણે શેરબજારમાં શરૂઆતના ટ્રેડિંગમાં સૂચકાંકો વિશે વાત કરીએ તો નિફ્ટી મિડકેપ 100, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. શેરબજારના શરૂઆતી કારોબારમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકી, મુથુટ ફાઈનાન્સ અને બજાજ ફાઈનાન્સના શેરમાં નબળાઈ નોંધાઈ રહી છે. જો ગૌતમ અદાણી ગ્રૂપની કંપનીઓ વિશે વાત કરીએ તો શરૂઆતના વેપારમાં ગૌતમ અદાણી ગ્રૂપની 8 કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે અંબુજા સિમેન્ટના શેરમાં થોડી નબળાઈ સાથે કામકાજ થઈ રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.