જો તમારે હસીહસીને બેવડ વળી જવું છે, બધા જ સ્ટ્રેસને ભૂલીને માત્ર ખુશખુશાલ થવું છે, તો શેમારૂમી ઓપન કરો અને જોઈ નાખો સંજય ગોરડિયાનું જબરજસ્ત નાટક ‘બૈરાઓનો બાહુબલી’. શેમારૂમી પર આ નાટક સ્ટ્રીમ થતાની સાથે જ સુપરહિટ સાબિત થઈ રહ્યું છે. તખ્તા પર લાખો દર્શકોના પોઝિટિવ રિવ્યુ મેળવી ચૂકેલું નાટક આપણા પોતાના ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થતાની સાથે જ દેશ-વિદેશના ગુજરાતી દર્શકો આ નાટકને માણી રહ્યા છે.
હંમેશની જેમ શેમારૂમીએ ફરી એકવાર પોતાના કન્ટેન્ટ દ્વારા ગુજરાતી દર્શકોને ખડખડાટ હસાવ્યા છે, સાથે જ સમજણનો હળવો ડોઝ પણ આપ્યો છે. શેમારૂમી પોતાના દરેક કન્ટેન્ટ દ્વારા ગુજરાતી દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે, અને તાજેતરમાં જ ઓનલાઈન સ્ટ્રીમ થયેલા નાટક ‘બૈરાઓનો બાહુબલી’ દ્વારા એ વાત સાબિત થઈ છે કે ગુજરાતી દર્શકોને શું જોવું છે તે શેમારૂમી બરાબર જાણે છે.
શેમારૂમી પર તાજેતરમાં જ સંજય ગોરડિયાનું નાટક ‘બૈરાઓનો બાહુબલી’ સ્ટ્રીમ થયું છે, અને જોતજોતામાં તો આ નાટકના વ્યુઝ સતત વધી રહ્યા છે. હાસ્ય સમ્રાટ સંજય ગોરડિયા અભિનિત આ નાટક દર્શકોને સવા બે કલાક સુધી સતત હસાવે છે, અને સાથે જ નાનકડી શીખ પણ આપી જાય છે. સહપરિવાર જોઈ શકાય એવું આ નાટક શેમારૂમીના દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
‘બૈરાઓનો બાહુબલી’ની વાર્તા નાટકની વાર્તા બુલબુલ અને તેના બે ભાઈબંધોની છે, જેઓ એક આધેડ વયના કાકાના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે, અને કાકાની પ્રોપર્ટી મેળવવા માટે એક પ્લાન બનાવે છે. બુલબુલ અને તેની મિત્ર-મંડળી કરુ-કંપની તરીકે પ્રખ્યાત છે અને ત્રણેય મિત્રો કોઈને પણ બાટલીમાં ઉતારી શકવા સક્ષમ છે. પણ શોર્ટ કટ ક્યારેય તમને મંઝિલે નથી પહોંચાડતો એટલે અહીં પણ બુલબુલના પ્લાનમાં કંઈક એવી ગરબડ થાય છે, જેને કારણે તમે હસી-હસીને બેવડ વળી જશો. રસપ્રદ વાત એ છે કે આ નાટક દરમિયાન તમને સંજય ગોરડિયા એક નવા જ અવતારમાં જોવા મળશે.
આ નાટક અંગે હાસ્યસમ્રાટ સંજય ગોરડિયાનું કહેવું છે કે,‘ શેમારૂમી અને તેના દર્શકો મારે માટે તો પરિવાર જ છે. આ મારા પરિવારને હું કહું છું કે બધા કામ પડતા મૂકીને પહેલા આ નાટક જોઈ નાખો, બે કલાકમાં તમારા બધા ટેન્શન અમે હસાવીને ભૂલવાડી દઈશું.’
સંજય ગોરડિયા દિગ્દર્શિત આ નાટકમાં તેઓ મુખ્ય પાત્રમાં જોવા મળશે, સાથે જ શરદ શર્મા, વિનાયક કેટકર, ભાસ્કર ભોજક અને હાર્દિક ચૌહાણ જેવા કલાકારો તમને હસાવશે. શેમારૂમી પર સ્ટ્રીમ થયાના માત્ર 3 દિવસમાં જ આ નાટકને દર્શકોએ એવું વધાવ્યું છે કે સતત તેના પોઝિટિવ રિવ્યુ આવી રહ્યા છે.
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.