Home રમત-ગમત Sports શુભમન ગિલની 5 ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ ફટકારી દમદાર ફિફ્ટી, ત્રીજી ODIમાં રનનો...

શુભમન ગિલની 5 ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ ફટકારી દમદાર ફિફ્ટી, ત્રીજી ODIમાં રનનો વરસાદ કર્યો

31
0

(GNS),02

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર સતત રન માટે ઝઝૂમી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલનું બેટ આખરે જોરદાર ચાલ્યું હતું. તે પણ ODI શ્રેણીની છેલ્લી મેચમાં. આ વર્ષે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યો હતો અને તે સતત 5 ઈનિંગ્સમાં કોઈ અસર છોડી શક્યો ન હતો. અંતે, ત્રીજી ODIમાં ગિલે રનનો વરસાદ કર્યો અને શાનદાર અડધી સદી ફટકારીને લયમાં પાછા ફરવાનો સંકેતો આપ્યો. ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી ODIમાં શુભમન ગિલે જોરદાર અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસ પર ગિલે પહેલીવાર એક ઈનિંગમાં 50નો આંકડો પાર કર્યો હતો. આ પહેલા તે ત્રણ ટેસ્ટ ઇનિંગ્સ અને બે વનડેમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ગિલે આ 5 ઇનિંગ્સમાં માત્ર 86 રન બનાવ્યા હતા, પરંતુ તેણે ત્રીજી વનડેમાં તેની બરાબરી કરી લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ગિલે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગમાં જોરદાર અડધી સદી ફટકારી હતી. ગિલે 51 બોલમાં પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન ગિલે ઈશાન કિશન સાથે 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ છે. આ વર્ષની શરૂઆતમાં ઘણી મોટી ઇનિંગ્સ રમી ચૂકેલ ગિલ બીજા મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 39મી ઓવરમાં લેગ-સ્પિનર ​​યાનિક કેરિયાના બોલને ફટકારવાના પ્રયાસમાં મિડવિકેટ પર કેચ થયો હતો. તેણે 92 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા.

આ વર્ષની શરૂઆતમાં શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હતો અને તેણે ઘણી સારી ઇનિંગ્સ રમી હતી. જોકે 85 રનની આ ઈનિંગ તેના માટે મોટી રાહત હતી, કારણ કે આ પહેલા તે આખી સિરીઝમાં નિષ્ફળ રહ્યો હતો. આ પહેલા તે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ નિષ્ફળ ગયો હતો. તે 3 ઇનિંગ્સમાં માત્ર 57 રન જ બનાવી શક્યો હતો. જો કે, આ પહેલા તેણે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે બેવડી સદી સહિત કુલ 3 ODI સદી ફટકારી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field