(S.yuLk.yuMk){wtçkE,íkk.27
પક્ષ પ્રમુખ ચૂંટવા માટે શિવસેના ૨૩મી જાન્યુઆરીએ ચૂંટણી યોજશે. સેના સુપ્રીમો બાળ ઠાકરેના જન્મ દિવસ નિમિત્તે યોજાનાર આ ચૂંટણીમાં પ્રમુખપદ માટે ઉદ્ધવ ઠાકરે એક જ ઉમેદવાર હશે કારણ કે બીજા કોઈ નોમિનેશન આવ્યા જ નથી, તેમ સેનાના સૂત્રોએ જણાવ્યું હતું.
રંગશારદા ખાતે ચૂંટણી પંચના નિયમો અનુસાર આ ચૂંટણી યોજવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ બાળ ઠાકરેના મૃત્યુ બાદ જાન્યુઆરી, ૨૦૧૩માં પક્ષનું સુકાન સંભાળ્યું હતું. તેમણે શિવસેના પ્રમુખનું પદ બાળ ઠાકરે માટે જ છે, તેમ જણાવી પક્ષપ્રમુખ તેવું પદનું નામ આપ્યું હતું. પક્ષના પ્રમુખ તો તેઓ જ છે, પરંતુ તે પોતાની સાથે કામ કરવા નવી ટીમને પસંદ કરે છે કે પછી એ જ ટીમ ચાલુ રાખે છે, તેની ઉત્કંઠા પક્ષના દરેક નેતા અને અન્ય રાજકીય પક્ષોને રહેશે. થોડા સમય પહેલા કૉંગ્રેસના અધ્યક્ષપદે આ જ રીતે રાહુલ ગાંધીની વરણી થઈ હતી, જેમાં ચૂંટણી પહેલા જ પરિણામની જાણકારી સૌને હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.