Home દેશ - NATIONAL શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને લગાવી ફટકાર

શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને લગાવી ફટકાર

33
0

(GNS),14

શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણયમાં સતત વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફરી એકવાર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી ટીકા કરતા ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધિશ ડી.વાય ચંદ્રચુડે વિધાનસભા અધ્યક્ષને કડક શબ્દોમાં ધારાસભ્યોની યોગ્યતા પર તાત્કાલિક નિર્ણય કરવા કહ્યુ. વિધાનસભા અધ્યટક્ષને આવતા મંગળવાર સુધીમાં શિવસેના અને એનસીપીના ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુનાવણીનો અંગે પ્રકાશ પાડવો જોઈએ. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે નાર્વેકરને ચેતવણી આપી કે જો નિર્ણય નહીં કરે તો ચોક્કસ સમય મર્યાદાની અંદર સુનાવણી કરવાનો આદેશ કરવો પડશે..

શુક્રવારે સુનાવણીમાં ચીફ જસ્ટિસે સીધી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી. વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને આ વાત ન સમજમાં ન આવે તો તુષાર મહેતા અને મહારાષ્ટ્રના વકીલ બંને તેમની સાથે બેસે અને તેમને પૂછો કે સુપ્રીમ કોર્ટ શું છે? તેને કહો કે અમારા આદેશનું પાલન કરવુ જોઈએ. ધારાસભ્યોની યોગ્યતા અંગે ચાલી રહેલી સુનાવણીને રોકીને શું તમે આગામી ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ નિર્ણય ચૂંટણી પહેલા લેવામાં આવે..

આ અગાઉ ગુરુવારે શિવસેનાના ધારાસભ્યોની અયોગ્યતા મામલે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન ઉદ્ધવ અને શિંદે જૂથના વકીલે તેમનો પક્ષ રાખ્યો. ઉદ્ધવ જૂથે તમામ ધારાસભ્યોની અયોગ્યતા મામલે એકસાથે સુનાવણીની માગ કરી રહ્યુ છે તો બીજી તરફ શિંદે જૂથ ઈચ્છે છે કે દરેક ધારાસભ્યોની અરજી પર અલગ અલગ સુનાવણી થવી જોઈએ. અઢી કલાકની લાંબી દલીલો બાદ વિધાનસભા અધ્યક્ષે 20 ઓક્ટોબરે આગામી સુનાવણી નિર્ધારિત કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડામાં વસતા ભારતીય સમુદાયે ખાલિસ્તાની કટ્ટરવાદી પન્નું સામે કાર્યવાહીની માગ કરી
Next articleDubaiના રસ્તા ઉપર Driverless ટેક્સીઓ દોડતી થઇ