(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ
પોતાની ફિટ અને સ્લીમ બોડી માટે ઓળખાતી શિલ્પા શેટ્ટીએ હવે ચાલતી બસમાં પુશ-અપ્સ અને લંગ્સ એક્સસાઇઝ કરીને ચાહકોને ફિટનેસ ગોલ આપ્યા છે. શિલ્પા શેટ્ટીને ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ સેલેબ્સમાંની એક ગણવામાં આવે છે. તે પોતાની ફિટનેસથી અનેક લોકોને મોટિવેટ કરે છે. તે સોશિયલ મીડિયા પર તેના ઈન્સિપિરેશનલ વીડિયો અને તસવીરો શેર કરે છે. આ જ યાદીમાં હવે તેણે પ્રશંસકો માટે વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો બસનો છે. ચાલતી બસમાં શિલ્પા વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. એરપોર્ટ શટલમાં ઘરે જતી વખતે શિલ્પાએ આ વીડિયો બનાવ્યો હતો. શિલ્પા શેટ્ટીને ફ્લાઇટથી એરપોર્ટ ટર્મિનલ પર આવતી વખતે શટલની અંદર કેટલાક પુશ-અપ્સ, લંગ્સ અને પુલ-અપ્સ કરતી જોઈ શકાય છે. વર્કઆઉટ બાદ શિલ્પા ટીશ્યુ વડે વર્કઆઉટ કરતી વખતે પકડી રાખેલ હેન્ડલ્સ પણ સાફ કરતી જોવા મળે છે. શિલ્પાએ તેને ‘મંડે મોટિવેશન’ નામ આપ્યું છે. અભિનેત્રી ફેશન વીક ઇવેન્ટમાં વોક કરીને ઘરે પરત ફરી રહી હતી. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ચાલતા ચાલતા મન્ડે મોટિવેશન, ફક્ત એ માટે કે બસ ખાલી હતી. ઘરે પાછા ફરતી વખતે કેટલાક પુલ-અપ્સ, પુશ-અપ્સ અને લંગ્સ: 2 મિશન પૂર્ણ થયા!! ફિટ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાન!” આ સિવાય શિલ્પાએ કૅપ્શન હેશટેગ્સ હેલ્ધી રહો મસ્ત રહો, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, વર્કઆઉટ રીલ સહિત ઘણા પ્રેરક અને ટ્રેન્ડિંગ કોટ લખ્યા હતા. શિલ્પા શેટ્ટી બ્લૂ સેમી ફોર્મલ આઉટફિટમાં જોવા મળી હતી. આ સાથે ચશ્મા પણ પહેર્યા હતા. શિલ્પા આવા પ્રેરણાદાયી વીડિયો અને પોસ્ટ પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. તેમણે હાલમાં જ ‘શેપ ઓફ યુ’ નામનો શો હોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ઘણા સેલેબ્સના ઈન્ટરવ્યુ લીધા હતા. આ સેલેબ્સે તેમની શારીરિક અને માનસિક ફિટનેસ વિશે વાત કરી હતી. શોમાં આવનાર ગેસ્ટ લિસ્ટમાં શમિતા શેટ્ટી અને શહનાઝ ગિલ પણ સામેલ છે. શિલ્પા શેટ્ટી હાલમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથેના તેના પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે. તે રોહિતની ઓટીટી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.