Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “2023ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”

શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત, “2023ની વસંત પંચમીથી બદલાઈ જશે ‘ભારતનો ઈતિહાસ”

78
0

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતને લોકતંત્રની જનની ગણાવતા મંગળવારે કહ્યું કે, લોકતંત્ર દેશના ડીએનએમાં સમાયેલું છે. કેન્દ્રીય મંત્રીએ અહીં એક રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે, ભારતનો ગૌરવશાળી ઈતિહાસ અને શિક્ષણ તેની સૌથી મોટી સંપત્તિ રહી છે.આપણે એ યાદ રાખવું જોઈએ કે, આપણુ દાયિત્વ ફક્ત દેશના ગૌરવની રક્ષા કરવાનું જ નથી, પણ વિશ્વને તેના મૂલ્યોથી પ્રેરિત કરવાનું છે. ઈન્ડિયન હિસ્ટ્રીના સિલેબસમાં NEP 2020 અંતર્ગત ફેરફાર કરવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારત વૈશ્વિક નેતા છે અને 500 કરોડ વૈશ્વિક નાગરિકોનું કેન્દ્ર બિન્દુ પણ છે. આપણો દેશ લોકતંત્રની જનની છે. લોકતંત્ર ભારતના ડીએનએમાં સમાયેલુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશભરના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 26 જાન્યુઆરી, 2023થી વસંત પંચમીના અવસર પર ભારતીય ઈતિહાસનું યોગ્ય સંસ્કરણ ભણાવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણે અનેક અવસર આપી રહી છે. આજ ભારતમાં માતૃભાષાને પ્રાથમિકતા આપવાથી લઈને અભ્યાસ માટે 200 ટીવી ચેનલ, ડિજિટલ યૂનિવર્સિટી જેવા પ્રયાસ થઈ રહ્યા છે. ઈતિહાસકારો તેના દ્વારા જ્ઞાનવર્ધક ,વૈજ્ઞાનિક સામગ્રી તૈયાર કરવાની રહેશે. આપણને 21મી સદીમાં ભારતની પ્રાચિન સંસ્કૃતિ અને સભ્યતાએ એક નવો વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આપવો જોઈએ.

કેન્દ્રીય શિક્ષણમંત્રીએ કહ્યું કે, અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના દ્વારા 75 જૂની પુસ્તકોની નવી રચનાઓ સાથે પુન: પ્રકાશિત કરવામાં આવશે. પ્રધાને કહ્યું કે, આ પુસ્તક ભારતના બૌધ્ધક જગતને સ્પષ્ટતા આપશે. ભારતીય ઐતિહાસિક અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય પુસ્તક ન્યાસથી તેમણે આગ્રહ કર્યો કે આ પુસ્તકોને ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ કરીને ડિજિટલ માધ્યમોમાં તેને ઉપલબ્ધ કરાવામાં આવશે. ભારત દ્વારા જી 20ની અધ્યક્ષતા સંભાળવા પર પ્રધાને કહ્યું કે, આપણે જી 20ને ઉત્સવ બનાવવાનો છે. કલા, સંસ્કૃતિ, સભ્યતાની વિરાસતને તર્ક, લેખ, સંગોષ્ઠી, સંવાદના માધ્યમથી વિશ્વની સામે પ્રસ્તુત કરવાનું છે. હું તમામને પોતાની રુચિના હિસાબથી સહભાગિ થવા માટે અપીલ કરુ છું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગ્રાના એતમાદપુર વિસ્તારમાં એક વિદ્યાર્થીની પર ગેંગરેપનો મામલો આવ્યો સામે
Next articleઉત્તર પ્રદેશના બરેલીમાં 21 વર્ષિય અમરીનાએ પોતાનો ધર્મ બદલીને હિન્દુ યુવક સાથે લગ્ન કરી