આગરામાં ગાયત્રી પરિવારના સંસ્થાપક આચાર્ય પં. શ્રીરામ શર્માના જન્મસ્થળ આંવલખેડાની એક કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલ આઘાતમાં છે. હકીકતમાં જોઈએ તો, એક યૂટ્યૂબ પર વીડિયો અપલોડ થયો છે. તેમાં અશ્લીલ ડાંસ કરતા દેખાતો યુવક કોલેજમાં શિક્ષક હોવાનું કહેવાય છે. વાલીઓએ કોલેજના આચાર્યને ફરિયાદ કરી કે, આ શિક્ષક બાળકોને શું ભણાવશે. આ બાજૂ કોલેજ પ્રશાસને આ મામલો ધ્યાનમાં લીધો છે અને બે સભ્યોની કમિટિ બનાવી દીધી છે.
સમગ્ર ઘટના આ પ્રમાણે છે જેમાં આગરા પાસે આંવલખેડામાં ગૌરવ ઠાકુર નામના યુવકનો સોશિયલ મીડિયા પર ગુરુવારે સવારે એક મીનિટનો વીડિયો અપલોડ કર્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક અને યુવતી અર્ધ નગ્ન અવસ્થામાં અશ્લીલ ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોને ગામલોકો દ્વારા ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ગામલોકોનું કહેવુ છે કે, વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે, તે આંવલખેડાની શ્રી દાનકુંવરી ઈંટર કોલેજમાં અંગ્રેજી વિષયના શિક્ષક રોબિન સિંહ છે.
આખો વીડિયો ત્રણ ચાર દિવસ પહેલા યૂટ્યૂબ પર અપલોડ કર્યો હતો. પોસ્ટ વાયરલ થવા પર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચ્યો અને ભારે હોબાળો બન્યો. અમુક લોકો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સંબંધમાં કોલેજના આચાર્ય ડો. મમતા શર્માનું કહેવુ છે કે, કોલેજ મેનેજમેન્ટ સમિતિ અને ડીઆઈઓએલ આગરાને પત્ર લખીને મોકલવામાં આવ્યો છે. આ પ્રકારના અશોભનિય વીડિયોની શિક્ષણના મંદિરમાં ભણતા બાળકો પર ખરાબ અસર પડે છે. આ વીડિયોને જોતા એક કમિટિ બનાવી છે અને તપાસ રિપોર્ટના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.