(S.yuLk.yuMk){wtçkE,íkk.27
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાન આજકાલ એક દ્વિધા અનુભવી રહ્યો છે. એની સામે બે ઑફર્સ છે. કઇ સ્વીકારવી એની મૂંઝવણ એ અનુભવી રહ્યો છે. પહેલી ઑફર એના મિત્ર અને ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની છે. અગાઉ શાહરુખે એની સાથે દેવદાસ ફિલ્મ કરી હતી અને દેવદાસનો શાહરુખનો અભિનય ખૂબ વખણાયો હતો. એને ભણસાલીએ પોતાની આગામી ફિલ્મની ઑફર કરી હોવાનું કહેવાય છે. બીજી બાજુ એના દોસ્ત અને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને કરેલી ભલામણ છે. બાહ્ય અવકાશમાં જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી કમાન્ડર રાકેશ શર્માની બાયો-ફિલ્મ અગાઉ આમિર ખાન કરવાનો હતો. એક અભિપ્રાય મુજબ એને આ ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી નહોતી. બીજા અભિપ્રાય મુજબ એની પાસે તારીખો નહોતી. એ હાલ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન કરી રહ્યો છે જેમાં એની સાથે પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચમકી રહ્યા છે. શાહરુખ ખાન મીઠી મૂંઝવણમાં છે. એને હાલ એક હિટ ફિલ્મની તાતી જરૃર છે. એની છેલ્લી કેટલીક ફિલ્મો જેવી કે ફેન, રઇસ, જબ હેરી મેટ સેજ વગેરે બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડી હતી એટલે એને હિટ ફિલ્મની જરૃર છે. એ હાલ આનંદ એલ રાયની ફિલ્મ કરી રહ્યો છે જેમાં એ પહેલીવાર વહેંતિયાનો રોલ કરી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.