કોઈપણ કારણોસર શિક્ષણથી વંચિત 6 થી 19 વર્ષની વય જૂથના બાળકોને ફરી શિક્ષણથી જોડવા નાગરિકોને સહાય કરવા અનુરોધ
(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ 6 થી 19 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે જે અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા એટલે કે શાળામાં ભણવા ન જતા 6 થી 19 વર્ષની વય જૂથના બાળકો જેઓ પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી, તેવા બાળકો અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે પ્રક્રિયા તારીખ 16- એપ્રિલ 2024 થી 26 -એપ્રિલ 2024 સુધી હાથ ધરવામાં આવનાર છે.
તો આ સર્વે પ્રક્રિયામાં તમામ નાગરિકોનો સહકાર મળી રહે તે જરૂરી છે. જેથી આવા શાળાએ ન જઈ શકતા બાળકો કોઈ પણ નાગરિકના ધ્યાનમાં આવે તો તેની નજીકની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, સી.આર.સી કો. ઓ અને બી આર સી કો.ઓ ને જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાંધીનગર કચેરીની યાદીમાં જણાવવા આવેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.