Home મધ્ય ગુજરાત અમદાવાદ શાળાના સંચાલકોની વધતી જતી ફરિયાદો સામે શિક્ષણ અધિકારી નો કડક પરિપત્ર

શાળાના સંચાલકોની વધતી જતી ફરિયાદો સામે શિક્ષણ અધિકારી નો કડક પરિપત્ર

31
0

શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલી માટે રાહતના સમાચાર

(જી. એન. એસ) તા. 23

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સંચાલકો સામે કડક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમુક શાળાના સંચાલકો દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને તેમની જ શાળામાંથી પાઠ્યપુસ્તક ખરીદવા તેમજ ચોપડા ખરીદવા અને શાળાનો યુનિફોર્મ ખરીદવા બાબતે ભારપૂર્વક ફરજ પાડતા હતા આવા પ્રકારની સમસ્યા સામે ઇસનપુરના જાગૃત સામાજિક લીડર અને પત્રકાર એવા રમેશ વોરા દ્વારા ઇસનપુર ની એક શાળા દ્વારા ચોપડા શાળા માંથી ખરીદવા બાબતે વિદ્યાર્થીઓના વાલીને ફરજ પાડતા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરીને તેમની સામે પગલાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવેલ જેના અનુસંધાને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સંચાલકો માટે કડક પરિપત્ર કરી જણાવેલ છે કે કોઈપણ શાળા વાલીઓને ચોપડા અને પાઠ્યપુસ્તક તેમજ યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને ટ્યુશન કરવા માટે ફરજ પાડી શકશે નહીં આવા પ્રકારનો કડક પરિપત્ર કરી સંચાલકોને કડક ભાષામાં કાયદાનો અમલ કરવા લેખિત ઓર્ડર કરવામાં આવેલ છે આ પરિપત્રથી વિદ્યાર્થીઓના વાલી ઓમા ખુશી નો મહોલ જોવા મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગર મનપાના એન્જિનિયર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
Next articleગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી