(જી.એન.એસ) તા. 26
જેતપુર,
ડુંગળી-બટેટાનાં એક વેપારીને ત્યાં ચોરીનો એક બનાવ બન્યો હતો જેમાં પોલીસે CCTV ફૂટેજનાં આધારે કાર્યવાહી કરીને 3 આરોપીને ઝડપી ગુણાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જેતપુરમાં પત્ની બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રોકાયેલા ડુંગળી-બટેટાનાં વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાનાં દાગીના મળી 7.80 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જે બાબતે શાકભાજીના વેપારી એ પોલીસમાં ફરિયાદ લખાવી હતી અને આ ચોરીની ઘટના ની તપાસ કરતાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજનાં આધારે કાર્યવાહી કરી 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, મુજબ, જેતપુરનાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલી રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરનાં સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં ડુંગળી-બટેટાનાં હોલસેલના વેપારી જયદીપભાઈ કેશરિયાએ જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની બીમાર હોવાથી જેતપુરની પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતી. પત્નીની સારવાર માટે પતિ પણ હોસ્પિટલમાં રોકાયા હતાં. દરમિયાન જાણ થઈ કે તેમના મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો છે. આથી ઘરે જઈ તપાસ કરતા જાણ થઈ કે તસ્કરોએ ઘરમાંથી તિજોરી તોડી રૂ. 3.85 લાખની રોકડ, રૂ. 3.95 લાખની કિંમતનાં સોનાનાં દાગીના મળી કુલ 7.80 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ ચોરીના બનાવ ની ફરિયાદ મળતા જ પોલીસે તેમ જ LCB ની ટીમે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદથી જેતપુરનાં નકલંક આશ્રમ પાસેથી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાં ઉમેશ ઉર્ફ ઉંદરડી વાળા, રવિ કારતનિયા, જયેશ ઉર્ફે ટકો ગઢવી સામેલ છે. આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 6,57,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસમાં ઉમેશ ઉર્ફે ઉંદરડી પર જેતપુરમાં ચોરી, લૂંટફાટ અને દારૂના 19 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી જયેશ પર જૂનાગઢમાં ચોરી તેમ જ દારૂનાં કેસ નોંધાયેલા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.