Home ગુજરાત શહેરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા દશેરા નિમિત્તે મહારેલી યોજાઈ

શહેરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા દશેરા નિમિત્તે મહારેલી યોજાઈ

40
0

પંચમહાલ જીલ્લામાં દશેરા પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. શહેરા તાલુકામાં પ્રથમ વખત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. સાથે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા તલવારબાજીની વિવિધ કરતબો બતાવી આકર્ષણ જમાવ્યું હતું અને એક મહારેલીનું આયોજન કરી વિવિધ મુખ્ય માર્ગો ઉપર ફેરવવામાં આવી હતી. જગતજનની મા જગદંબાના નવનવ દિવસની આરાધના તેમજ ગરબે ઘૂમ્યા બાદ અસત્ય પર સત્યનો વિજયના પર્વ સમાન એવા દશેરા પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.

શહેરા તાલુકામાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા પાલીખંડા ગામે આવેલા મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ દીપ પ્રગટાવીને શસ્ર પુજનના કાર્યક્રમને ખૂલ્લો મુક્યો હતો. બ્રાહ્મણો દ્વારા શાસ્રોક્ત વિધિસર શસ્રપુજા કરવામાં આવી હતી. શસ્રપુજામાં શહેરા તાલુકામાંથી વિવિધ અગ્રણીઓ, યુવાનો સાફા સાથે સજ્જ સાથે હાજર રહ્યા હતા.

ત્યારબાદ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા તલવારબાજીની વિવિધ કરતબો બતાવી આકર્ષણ જમાવ્યું હતું અને એક મહારેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે રેલી શહેરાનગરમાં વિવિધ વિસ્તારમાં ફરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો હાજર રહ્યા હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field