Home ગુજરાત શહેરના સેવાભાવી ડો.રાકેશભાઇ ગોસ્વામી પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઊજવશે

શહેરના સેવાભાવી ડો.રાકેશભાઇ ગોસ્વામી પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઊજવશે

554
0

(જી.એન.એસ,ધવલ દરજી)માણસા,તા.૪
માણસા શહેરમાં બંસરી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ ધરાવતા ડોક્ટર રાકેશભાઇ ગોસ્વામીનો આવતીકાલે જન્મદિવસ છે. આ જન્મદિવસને યાદગાર બનાવવા ડો. રાકેશભાઇ ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.રાકેશભાઇ ગોસ્વામી દ્વારા જન્મદિન પ્રસંગે ૧૦૦ ગરીબ પરિવારોને બંસરી હોસ્પિટલનું હેલ્થ કાર્ડ આપીને મેડિકલી દત્તક લેવામાં આવશે. જ્યારે પણ તેઓ સારવાર માટે આવશે ત્યારે તેમની પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહિ. ડોક્ટર દ્વારા આ એક ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણમાં અથાગ મહેનત કરનારા માણસા તાલુકાના કારસેવકોનું પણ સન્માન કરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ પ્રસંગે ડોક્ટરશ્રી દ્વારા એન-૯૫ માસ્ક અને ઝિંકની દવાનું વિતરણ તથા વિટામીન-સીનું વિતરણ કરવામાં આવશે. સેનેટાઇઝર અને રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ સિવાય પક્ષીઓની પણ સાર-સંભાળ લઇ શકાય તે હેતુથી પંખીનો માળો તથા ચણ પણ આપવામાં આવશે. આ રીતે ડોક્ટરશ્રી દ્વારા પોતાના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવશે. ત્યારે ડોક્ટર રાકેશભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હું મારા જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા યાદગાર બનાવીશ અને આગળ મારા દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવશે તેવું ડોક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ માણસા-ઇટાદરા રોડ પર આવેલ રુદ્ર પાર્ટી પ્લોટમાં આયોજિત કરવામાં આવ્યો છે.

Previous articleઆપ પાર્ટી દ્વારા શહેર તેમજ તાલુકામાં ઓક્સીમીટરથી ઓક્સિજન માપવાની કામગીરી હાથ ધરાઈ
Next articleતાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમૌ શાળાના શિક્ષિકા અસ્મીતાબેન ગોસ્વામીની પસંદગીઃ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા