વેરાવળ-દેલવાડાની મીટરગેજ લોકલ ટ્રેન ઉના તરફ આવતી હતી. ત્યારે ગીરગઢડાના ઉમેદપરા ગામ નજીક એક વૃદ્ધે આપઘાત કરી મોત વ્હાલું કર્યું. ગીરગઢડા પોલીસ સ્ટેશન નજીક રહેતાં જેઠાભાઈ નથુભાઈ પરમાર (ઉ.વ. 64) તેવો ગીરગઢડાના ઉમેદપરા નજીક રેલવે પાટા પાસે ઊભા હતા. ત્યારે ટ્રેન આવતાં જ વૃદ્ધે ટ્રેન સામે જંપ મારી આપઘાત કરી લીધો હતો. જેમાં જેઠાભાઈના ટ્રેન હેઠળ બંને પગ કપાઈ ગયા હતા.
જેથી ઘટનાસ્થળે જ વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ટ્રેન નજીક આવી ત્યારે આ વૃદ્ધ ટ્રેન સામે જંપ મારી ટ્રેન નીચે આવી ગયો હતો. જેમા આ વૃદ્ધના બને પગ કપાઈ જતાં સ્થળ પર જ મોત નિપજ્યું છે. આ અંગે ગીરગઢડા પોલીસ એએસઆઈ એમ.કે. વાજા તેમજ નજીરભાઈ તથા મોહનભાઈ મકવાણા સહિતનો સ્ટાફ ઉના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો.
વૃદ્ધના બેગમાંથી મૃતકનું આધારકાર્ડ તેમજ અન્ય આધાર પુરાવાના આધારે ચકાસણી કરી પંચરોજની કામગીરી હાથ ધરાઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.