Home દેશ - NATIONAL શરાબના શોખીનો માટે અહીં સસ્તી કિંમતે શરાબ મળતા આનંદના સમાચાર ગણી શકાય

શરાબના શોખીનો માટે અહીં સસ્તી કિંમતે શરાબ મળતા આનંદના સમાચાર ગણી શકાય

64
0

(જી.એન.એસ),તા.૦૪
નવીદિલ્હી
દિલ્હી સરકારે નવેમ્બર 2021માં જ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત 849 રિટેલ આઉટલેટ્સને લાઇસન્સ આપવામાં આવ્યા હતા. આ અંતર્ગત લાયસન્સવાળી દુકાનો દારૂની એમઆરપી પર ડિસ્કાઉન્ટ અને છૂટ આપી શકે છે. શરાબના શોખીનો માટે આનંદના સમાચાર છે. દેશની રાજધાની દિલ્હીમાં શરાબનું વેચાણ કરતા ખાનગી દુકાનદારો હવે સસ્તામાં દારૂ વેચવા પરવાનગી અપાઈ છે. આબકારી વિભાગે દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનોને મહત્તમ છૂટક કિંમત પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે દારૂની બોટલો પર ડિસ્કાઉન્ટ અને વેચાણ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય કોવિડ-19 નિયંત્રણ અને બજારમાં અયોગ્ય વ્યવહાર સંબંધિત પ્રતિબંધોનું પાલન ન કરવાને કારણે લેવામાં આવ્યો છે. દિલ્હીના આબકારી કમિશનરે ડિસ્કાઉન્ટ સાથે દારૂના વેચાણ માટે તેમની મંજૂરી આપી છે. આ આદેશ અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દારૂનું વેચાણ કરતી ખાનગી દુકાનો એમઆરપી પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે. આ દરમિયાન દિલ્હી એક્સાઈઝ રૂલ્સ 2010ની કલમ 20નું કડકાઈથી પાલન કરવાનું રહેશે. જે દુકાનોને દિલ્હીમાં દારૂનું વેચાણ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે તેમણે નિર્ધારિત નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને કોઈપણ ઉલ્લંઘનના કિસ્સામાં તેમની સામે દિલ્હી એક્સાઈઝ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આબકારી કમિશનરના આદેશમાં જણાવ્યું હતું કે “જાહેર હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ સમયે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો સરકારનો અધિકાર અનામત છે. ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણયને ચાલુ રાખવા માટે સરકાર પર કોઈ દબાણ રહેશે નહીં.” ફેબ્રુઆરી મહિનામાં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યો હોવાથી દિલ્હીમાં ખાનગી દુકાનો દ્વારા દારૂના વેચાણ પર આપવામાં આવતા ડિસ્કાઉન્ટ અને ‘એક ખરીદો- એક મફત મેળવો’ જેવી યોજનાઓને કારણે દુકાનો બહાર ભારે ભીડ થતી હતી. અનેક વિસ્તારોમાં દુકાનોમાં કેસો સામે આવ્યા હતા. આ પછી સરકારે દારૂના વેચાણ પર છૂટ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field