Home મધ્ય ગુજરાત અમદાવાદ શરમ કે ગર્વની વાત : પોલીસના નાક નીચે SMCના દરોડા, 2024માં રૂ....

શરમ કે ગર્વની વાત : પોલીસના નાક નીચે SMCના દરોડા, 2024માં રૂ. 22.52 કરોડનો દારૂ જપ્ત કરાયો

12
0

(જી.એન.એસ) તા.૨

અમદાવાદ,

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે. જેમાં વડોદરા શહેરમાં 1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. રાજ્યના વિવિધ રેંજની વાત કરીએ સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ 2023માં 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી ઓફિસના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી હોવાથી રાજ્યમાં આવેલા તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓને એસએમસીના દરોડાથી સસ્પેન્ડ થવાનો ડર સતત રહેતો હોય છે. વર્ષ 2024માં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરોમાં કરવામાં આવેલી પ્રોહિબીશનની કામગીરીના ચોંકાવનારા આકડા સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2024 દરમિયાન એસએમસીએ 455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી કેસ નોંધીને 22.52  કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત કુલ 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસ કમિશનરેટની હદમાં દરોડાની વાત કરીએ તો અમદાવાદમાં 61 લાખ, વડોદરામાં 1.47 કરોડ, સુરતમાં 51 લાખ અને રાજકોટ શહેરમાં માત્ર 48 હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો.  જ્યારે વિવિધ રેંજ પૈકી સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ, અમદાવાદ રેંજમાં 1.45 કરોડ રૂપિયાનો દારૂ, ગાંધીનગર રેંજમાં 2.88 કરોડ રૂપિયાનો દારૂ, વડોદરા રેંજમાં 2.46 કરોડ રૂપિયાનો દારૂ, ગોંધરા રેંજમાં 1.93 કરોડ રૂપિયાનો દારૂ, રાજકોટ રેંજમાં 3.64 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ, બોર્ડર રેંજમાં 2.5 કરોડ રૂપિયાનો અને ભાવનગર રેંજમાં 1.35 કરોડ રૂપિયાનો દારૂ દરોડાની કામગીરી દરમિયાન જપ્ત કરાયો હતો. સૌથી ઓછો રૂપિયા 12.59 લાખનો દારૂ જૂનાગઢ રેંજ અને રેલવે પોલીસની હદમાંથી 6.71 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. એસએમસીના ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસી કે ટી કામરિયાએ ગાંધીનગરથી સમગ્ર રાજ્યમાં બાતમીદારોના નેટવર્કને આધારે પ્રોહિબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field