(જી.એન.એસ) તા. ૧
બનાસકાંઠા,
અંબાજી શક્તિપીઠના દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું અતિ વિશેષ મહત્વ છે. તેના માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં શ્રધ્ધાળુઓ શિખર પર આરોહણ કરવા માટે અંબાજી મંદિરમાં ધ્વજારોહણ અને પૂજા-અર્ચના સાથે ઉપલબ્ધ રહેશે. જેમાં ધજાના અલગ-અલગ મીટર માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.
એટલે કે હવે અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે. અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનુ વેચાણ શરૂ કર્યું. ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધજા ચઢાવી શકાશે નહીં. માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે.
અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. 1 ઓગસ્ટ 2024થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકશે. ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.