Home ગુજરાત શંકર ચૌધરીની તાનાશાહીથી બનાસકાંઠા ત્રસ્ત છતાં રૂપાણીનું મૌન કેમ….!?

શંકર ચૌધરીની તાનાશાહીથી બનાસકાંઠા ત્રસ્ત છતાં રૂપાણીનું મૌન કેમ….!?

2289
0

(જી.એન.એસ, દિલીપ પટેલ) તા.6
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા શંકર ચૌધરીની જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીથી બનાસકાંઠા સમગ્ર જિલ્લો ત્રસ્ત છે. સરકારી કર્મચારીઓ ઉપર જોહુકમી ચલાવી મતપેટીઓ બદલાવીને ખોટી રીતે પોતે બનાસ ડેરીના ચેરમેન બની ગયા હતા. શંકર ચૌધરીએ જિલ્લાના ગરીબ પશુપાલકોના લોહીના પૈસા ચૂસી રહ્યા છે. એવા આક્ષેપો સાથે તપાસ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરવા છતાં એક વર્ષથી તપાસ કરવામાં આવી નથી. ભાજપ પોતે હવે ભ્રષ્ટાચાર છાવરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
શું છે આક્ષેપો ?
ડેરીના એમડીના રાજીનામાનું પ્રકરણ
શંકર ચૌધરીના કરતૂતો જાણવા જેવા છે એમ આમ આદમી પક્ષના જિલ્લાના પ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવીને ઉમેર્યું હતું કે શંકરભાઈએ ખેડૂતોની સંસ્થાને પોતાની પેઢી બનાવી દીધી છે. બનાસડેરીના ચેરમેન બનતા જ 2 મહિના બાદ ડેરીના એમડી સંજય કરમચંદાની એ રાજીનામુ આપવું પડ્યું કેમ કે તેમને ખરીદી, ટેન્ડર વિતરણ, વહીવટી બાબતો અને કર્મચારીઓની ગેરકાયદેસર ભરતીની ફાઈલોમાં સહી કરવાનીના પાડતા એમની ઉપર ધાકધમકીથી હોદ્દો છોડવાની ફરજ પાડી હતી.
ભેળસેળ વાળા દૂધની તપાસ ન થઈ
ભેમાભાઈએ કહ્યું હતું કે બનાસડેરીમાં ક્વોલિટી એસ્યોરન્સના હેડ અને સંસ્થાના ખૂબ પ્રામાણિક મેનેજર બીશ્વાજીત દત્તા જેમના લીધે બનાસડેરીને સમગ્ર ભારતમાં ક્વોલિટીનો એવોર્ડ મળ્યો હતો એવા અધિકારીને ભેળસેળવાળું દૂધ સ્વીકારવાનું અને મંડળીથી સંઘમાં દૂધ આવે ત્યારે તેના ફેટ ઘટાડી દેવા અને ફેડરેશનની ગાઈડલાઈનથી પર જઇ ક્વોલિટી બનાવવાનું દબાણ કરતા અમૂલનું અને બનાસનું નામ ખરાબના થાય એ માટે શંકર ચૌધરીની તાનાશાહી સામેના ઝૂકી બનાસડેરી માંથી રાજીનામુ આપ્યું છે. (આજે પણ અમુલ ગોલ્ડ દૂધના પાઉચ 6.6 થઈ 6.10 ફેટનું દૂધ આવવું જોઈએ એ નથી આવતું)
સંઘના કર્મનિષ્ઠને કેમ હાંકી કાઢાયા તેની તપાસનું શું થયું ?
ભેમાભાઈએ આરોપ લગાવ્યો છે કે બનાસડેરી માં વર્ષે કરોડો રૂપિયાની કેટલફીડ ના કાચા માલની ખરીદી થાય છે જેમાં કેટલફીડ પરચેઝના હેડ અને આર.એસ.એસ.ના પ્રચારક રહેલા ડો.વિશાલ પટેલ જેમની દીર્ઘ દ્રષ્ટિથી કાચા માલની ખરીદી સમગ્ર ભારતમાં નીચા ભાવથી થતી હતી જેના ટેકનીકલ ડેટા ગુજરાત સરકાર અને સેન્ટ્રલ માં છે. શંકર ચૌધરી આવતા જ સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચા ભાવે ખરીદી થવા માંડી છે. 2 વર્ષ પહેલાં શંકર ચૌધરી એ વિશાલ પટેલની માત્ર એક જ પાર્ટી પાસેથી કાચા માલની ખરીદી કરવાનું તેમ જ ઊંચા ભાવે ખરીદી કરવાનું કહ્યું હતું ત્યારે વિશાલ પટેલના પાડી દીધી હતી. એટલે એમને ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું એટલે જ વિશાલ પટેલ એ રાજીનામુ આપ્યું.( આજે પણ કેટલફીડના કાચા માલની 80% ખરીદી અમદાવાદની એક પાર્ટી પાસેથી ખરીદવામાં આવે છે અને અનાજની ખરીદી ડીસા માર્કેટયાર્ડ માંથી 100%ખરીદી થાય છે.) તેમ તેમણે જણાવ્યું હતું.
ઓડિટર શું ગુપ્ત બાબતો જાણતાં હતાં ?
બનાસડેરીના ઓડિટ વિભાગના હેડ જેમની કુશળતાના કારણે સરકારનો એક પણ ઓડિટ મેમો મળ્યો નથી તેવા ઓડિટ મેનેજર હર્ષદ મોદી જે નરેન્દ્ર મોદીના કૌટુંબિક ભાઈ છે જેઓએ છ માસિક અને વાર્ષિક ઓડિટ દરમિયાન ગેરરીતિઓ અને ગોટાળા, ઊંચા ભાવે ખરીદી, બિનજરૂરી ખર્ચા ઓને મેનેજમેન્ટના ધ્યાને લાવતા શંકર ચૌધરીએ તેમને હેરાન કરવાનું ચાલુ કર્યું જેથી કંટાળીને રાજીનામુ આપી જતા રહ્યાં.
હલકી ગુણવત્તા નહીં ચલાવી લેનારને પાણીચું
કેટલફીડ પ્લાન્ટના ક્વોલિટી મેનેજર ડો.કપિલ ગુપ્તા અને કાતરવા કેટલફીડ પ્લાન્ટના ક્વોલિટી મેનેજર ડો.ખાન દ્વારા ગુણવત્તાવાળું દાણ બનાવતા હતા અને કાચા માલમાં લેબ ટેસ્ટિંગ માં હલકી ગુણવત્તા વાળો માલ આવે તો તેને તરત રિજેક્ટ કરી દેતા હતા. પરંતુ શંકર ચૌધરીની માનીતી એક જ અમદાવાદની પાર્ટીનો માલ ગુણવતા સારીના હોય તોય સ્વીકારવાની ફરજ પાડે છે. અનાજની ગુણવત્તા પણ ખૂબ જ હલકી હોવા છતાં તેને સ્વીકારવાની ફરજ પડાતી હતી આ બન્ને અધિકારીઓને પણ ખૂબ જ દબાણ કરવામાં આવતું જેથી બન્ને અધિકારીઓએ બનાસડેરી માંથી રાજીનામું આપી નીકળી ગયા.
બટર સ્પેશિયાલિસ્ટને દૂર કરાયા તેનો ગંભીર પ્રશ્ન
બનાસડેરીના પ્રોડક્શન મેનેજર અને સ્પેશિયાલિસ્ટ બટર પ્રોડક્શન કમલેશ પટેલ કે જેમને ઉચ્ચ ગુણવત્તાનું બટર કઈ રીતે બની સકે તેની વિદેશમાં જઈ તાલીમ મેળવેલી છે, તેમની બટર પ્રોડકશનમાં માસ્ટરી હોવા છતાં એમને હેરાન કરવાના બદઈરાદાપૂર્વક બદલી કરી કે જ્યાં બટર નથી બનતું. જેથી તેમને કંટાળીને રાજીનામુ આપી બીજા એક સંઘમાં બટર પ્રોડક્શન મૅનેજર તરીકે જતા રહ્યા છે.
3500 કરોડનું દેવુ અને ખોટી સહીઓ કરવાનું દબાણ થતાં રાજીનામું
બનાસડેરીના એકાઉન્ટ મેનેજર મહેશ્વરી કે જેઓ ટેક્ષ એકાઉન્ટ અને જનરલ એકાઉન્ટ સંભાળતા હતા, આ શંકર ચૌધરીની તાનાશાહીના લીધે સંઘમાં બિનજરૂરી લોનનું પ્રમાણ વધી ગયું છે. જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું એમ પ્રચાર કરતા પણ વાસ્તવિકતા સંઘ મોટા દેવામાં ડૂબાઈ ગયો છે અને તેમને પણ ખોટી સહીઓ કરવાનું દબાણ કરતા એમને પણ રાજીનામુ આપી દીધું. શંકર ચૌધરીના ગેરવહીવટના કારણે બનાસડેરી રૂ. 3500 કરોડના દેવામાં છે.
યુરિયા મિશ્રીત દૂધ માટે દબાણ
ઉત્તરપ્રદેશ ના બનાસડેરી સંચાલિત યુનિટના હેડ તરીકે જે.કે.શાહ કે જેમને શંકર ચૌધરી એ જ ભેળસેળ વાળું અને યુરિયા મિશ્રિત બનાવટી દૂધ સ્વીકારવાનું દબાણ કરતા અમુલ અને બનાસની આબરૂ ના ડરથી જે.કે.શાહ અને કાનપુર ઇન્ચાર્જ દાસ રાજીનામુ આપી જતા રહ્યા.તેની તપાસ સરકારે કરી નથી.
મિલ્ક પ્રોક્યોરમેન્ટ વિભાગ છોડી કેમ દીધો
બનાસડેરીનું હાથ પગ અને હૈયું ગણાય એવા મિલ્ક પ્રોક્યોરમેન્ટ વિભાગ જેનાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીઓમાં દૂધની ક્વોલિટી, મંડળીઓની વહીવટી બાબતો, મંડળીથી બનાસડેરી સુધી આવતું દૂધ અને મંડળીના ચેરમેન અને મંત્રી, લાખો સભાસદોના પ્રશ્નોની જવાબદારી જેના માથે હોય છે તેવા તથા ફિલ્ડવિભાગના તમામ કર્મચારીઓ સાથે કામ લેવાનું હોય છે તેવા વિભાગના મેનેજર તરીકે કે.સી.કોરોટ કે જેમને આ ડેરીમાં પોતાના પ્રાણ રેડયા હતા. મહેસાણા ડેરી તેમને ઊંચો પગાર આપતી હોવા છતાં તેને અઢી વર્ષ પહેલા લાવ્યા હતાં. જેવી એમની ગરજ પુરી થઈ કે એમને હેરાન કરવાનું ચાલ કર્યું, અને આ જ શંકર ચૌધરીની દાદાગીરીના લીધે કે.સી.કોરોટ અને એલ.આર.લોહ રાજીનામુ આપી જતા રહ્યા.
શંકર ચૌધરીના સાળીના દિકરાની તપાસ અધ્ધર
બનાસડેરીના 3500 જેટલા કર્મચારીઓના વહીવટી બાબતોની જવાબદારી જેમના ઉપર હતી અને એમની આ એમ.ડી.કરતા વધારે ધાક હતી એવા દલજી બેરાને બાપડા બનાવી એક ખૂણામાં મદ ભેગુ કરવા બેસાડી દીધા એમની જગ્યાએ બીકોમ ગ્રેજ્યુએટ અને શંકર ચૌધરીના સાળીના દીકરા માનસિંહ ને રૂ.150000ના માસિક પગાર થી બેસાડ્યા છે.
પ્રામાણિક એમ ડીને રાજીનામું આપવા ફરજ પાડી
બનાસડેરીના એમડી બિપિન પટેલ ખૂબ જ પ્રામાણિક અધિકારી હતા, કોઈ પણ ફાઈલોમાં નીતિ નિયમ વિરુદ્ધ સહી પણ નહોતા કરતાં અને કોઈના દબાણમાં આવ્યા વગર ખોટું હોય તો મોઢા ઉપર જ ના પાડી દેતાં, તેવા બિપિન પટેલએ રાજીનામુ આપી દીધું.
ભેમાભાઈએ જણાવ્યું હતું કે શુ આ બનાસડેરી શંકર ચૌધરી ની પેઢી છે. શુ આ શંકર ચૌધરીની જોહુકમી સામે કોઈ બોલી શકે તેમ નથી? શંકર ચૌધરી ના ભ્રષ્ટાચાર સામે કોઈએ અવાજ નથી ઉપાડવો? શંકર ચૌધરી ની દાદાગીરી ચલાવી લેવાય? આ મુદ્દે આંદોલન કરાશે..
શંકર ચૌધરી બનાસકાંઠા ની પ્રજા ને જવાબ આપો ….
શંકરભાઈ બનાસકાંઠાની પ્રજા ખમીરવંતી પ્રજા છે. આ જીલ્લામાં તમારા પગ પડ્યા ત્યારથી બનાસકાંઠાના લોકોને, સામાજિક અને રાજકીય આગેવાનોને અને સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવી તમારો રાજકીય રોટલો શેકવાનો ગોરખધંધો કર્યો છે પ્રજાના પરસેવાના પૈસા ચૂસી ખાઈને મહેલમાં રહો છો પણ આ મહેલ એક દિવસ તમારા માટે જેલ કોટડી બની જશે.
શંકર ચૌધરીને 32 લક્ષણો પડકાર છતાં જવાબ નહીં
શંકરભાઈ અમે તમને ખુલ્લો પત્ર લખી મોકલી આપીએ છીએ. તમારી નૈતિક હિંમત નું અધ:પતન ન થયું હોય તો જવાબ આપશો.
1-ભારતીય જાનતા પાર્ટી ની રાધનપુરમાંથી ભાજપના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી શંરસિંહ વાઘેલા સામે લડવા ટિકિટ અપાવી અને હારી ગયા ત્યારે રાધનપુર ખાતે મેમાભાઇની હોસ્ટેલમાં રૂ.2000ના પગારથી ગૃહપતિ હતા.
2 – પ્રથમ વાર રાધનપુર-સાંતલપુરના ધારાસભ્ય બન્યા ત્યારે ગાડી અને મકાન લોન પર લીધાં અને તેના હપ્તા ઓવરડ્યુ થઈ ગયા હતા. વડનગરમાં ભાઈઓ સાથે 25 વીઘા બાપીકી જમીન હતી.
3 – ધારાસભ્ય બન્યા પછી ધાક-ધમકીઓ, મારા-મારી કરતા શીખ્યા અને લોકો પાસેથી છેતરપીંડી કરી પૈસા ભેગા કરતા થયા હતા.
4 – લુચ્ચાઈ અને કપટ કરી બનાસ ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના સારા વ્યક્તિને ખોટી રીતે ગેરલાયક ઠેરવી ચેરમેન બન્યા.
બેન્કમાંથી ભ્રષ્ટાચાર કરી કરોડોની મિલકત વસાવવાનું શરૂ કર્યું હતું.
5 – બનાસબેંક ના ચેરમેન બન્યા પછી તમારી પાપની કમાઈ, ભ્રષ્ટાચાર ના પૈસા, વૈધનાથ કમિટી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આવેલા પૈસા, દેવા નાબુદી દ્વારા બનાસબેંકમાં આવેલા પૈસા, ખોટી લોનો ના નાણા , બનાસબેંકની હાથ ઉપરની શીલક ના નાણા આ કરોડો રૂપિયા ભેગા કરી મિલકતો વસાવી છે.
6 – રાધનપુર તાલુકામાં 500 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
7 – સાંતલપુર તાલુકામાં 425 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.
8 – ચારણકા તા.-સાંતલપુરમાં સોલાર માટે આપેલી જમીન.
9 – શરદ સોલ્ટ પાસેથી ધાક-ધમકી ના રૂપમાં મેળવેલા નાણા તથા જમીન.
10 – રાધનપુર શહેરમાં તેમના ભાઈ, ભત્રીજા અને ભાણેજના નામે રૂ.150 કરોડ કરતા વધારેની જમીન.
11 – ભાભર તાલુકામાં હરી આચાર્ય, વિનોદ ગોક્લાણી, ડો.દેવજી ચૌધરીની ભાગીદારીમાં રૂ.100 કરોડ કરતા વધારે ના શોપિંગ સેન્ટરો.
12 – ડો. દેવજી ચૌધરી સાથે ભાગીદારીમાં રાધનપુરમાં મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ.
13 – પાટણ-ચાણસ્મા-હારીજ-ગાંધીધામ-સામખીયાનીમાં રૂ.100 કરોડની જમીન.
14 – વાવ-ભાભર-દિયોદર-સુઈગામ-કાંકરેજમાં ખેતીની જમીન તથા શોપિંગ સેન્ટર.
15 – દિયોદર, ભાભર, ઢીમા, લાખણી, દાંતીવાડા, નેનાવામાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ માર્કેટયાર્ડ બનાવી તેમાં ભાગીદારનો હિસ્સો 50% છે.
16 – મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ડીસા, પાલનપુર માં કરોડો રૂપિયાની જમીનો ખરીદી, વેચાણ તથા મલ્ટીપ્લેક્ષ શોપિંગ સેન્ટર બનાવ્યા હતા.
17 – વડગામ માર્કેટયાર્ડ, ભાભર માર્કેટયાર્ડ, પાંથાવાડા માર્કેટયાર્ડ, ધાનેરા માર્કેટયાર્ડ, ડીસા માર્કેટયાર્ડ, રાધનપુર માર્કેટયાર્ડ માંથી દર મહીને બેનામી આવક.
18 ડો.દેવજીભાઈ, માવજીભાઈ દેસાઈ(ડીસા), હરીભાઈ આચાર્ય (ભાભર), વિનોદભાઈ ગોક્લાણી(રાધનપુર), પ્રવીણ મહાલક્ષ્મી(રાધનપુર), અશોક ચૌધરી(મહેસાણા), વિપુલ ચૌધરી (મહેસાણા), ફલજી ચૌધરી(મગરવાડા), લાલજીભાઈ ચૌધરી(ભાભર), અણદાભાઈ પટેલ (કાંકરેજ) આ બધા તેમના તમારા ભાગીદાર છે.
19 – કોંગ્રસના આગેવાન અર્જુન મોઢવાડિયા અને સિદ્ધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ તેમના ભાગીદાર છે.
20 – સિદ્ધપુર ખાતે ગોકુલ લોજીસ્ટીક કંપનીમાં તેમનો ભાણો ભાગીદાર છે.
21 – માણસા તાલુકાના એન.ડી.ચૌધરી સાથે ભાગીદારી હતી જેમાં નાણાંકીય બાબતોને લઈ તમે ધાક-ધમકી આપેલી.
22 – ગાંધીનગરનો આલીશાન બંગલો અને બોરુડાનું આલીશાન ફાર્મ હાઉસ છે.
23 – બનાસબેંકના વહીવટમાં મામા-ભાણાની કંપની મળી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને બેન્કની તિજોરી ના તળિયા ઝાટક કરી છે.
24 – છેલ્લા 10 વર્ષમાં તમારા, તમારા નાનાભાઈ, તમારા ભાણા, તમારી બહેનો, તમારા બનેવી ના એન્કટેક્ષ રીપોર્ટ અને કાયદેસરનો ભરેલો ટેક્ષ રજુ કરો.
25 – 2014-15માં બનાસના પુરની સહાયના નાણા તમારા એજન્ટ અધિકારી શેખની સાથે મળી કરોડો રૂપિયા બનાવ્યા.
26 – નોટબંધી આવી ત્યારે તેઓ બનાસબેંકના ચેરમેન હતા અને રૂ.250 કરોડની ચલણી નોટો બદલાવી હતી.
27 – રૂ.250 કરોડ બદલાવ્યા બાદ અણદાભાઈ પટેલ કે અન્ય કોઈને ચેરમેન ના બનાવ્યા અને જિલ્લા બહારના માણસને કેમ ચેરમેન બનાવ્યા ?
28 – બનાસડેરીની ચૂટણીમાં તમારા વિશ્વાસુ ચૂંટાયેલા અને નીમાયેલા ડીરેકટર પૈકી કેશરભાઈ ચૌધરી અને અન્ય ડીરેક્ટરો એવું કહે છે કે અમે મત પેટીઓ બદલાવી છે અને એ પણ ડીસાના માર્કેટયાર્ડમાં બધું ગોઠવી પાટણ જીલ્લાના પાર્સીંગ વાળી અને કાળા કાચવાળી ચાલતી ગાડીઓમાં પોલીસને પણ સાથે ના રાખી મતપેટીમાંથી મતો બદલાવી દીધા એ સાચી વાત છે ? આ મત પેટીઓ માંથી મત બદલાવનાર તમારા વિશ્વાસુ અને વાવ તાલુકાના બોરુ ગામના સરતાન દેસાઈ નો ભાઈ અને ચુંટણી અધિકારી શેખ એ મળી મતપેટીઓ બદલાવી હતી.
29 – બનાસડેરીમાં તેમના સાળીના દીકરા ભાણા પાસે વહીવટ કરાવેલો છે. તમારી સાળીનો દીકરો બી.કોમ, એમ.કોમ છે એને રૂ.1,50,000 (દોઢ લાખ ) પગાર આપો છો.
30 – રાધનપુરમાં કોમી તોફાનોમાં તમે જેમના ઘરે રોકાતા એવા વીરેન દોષી જે માણસોના ડોકટર છે એમને પશુપાલનની ખબર નથી તેમ છતાં રી.2 લાખના પગાર આપી ડેરી સીનીયર જનરલ મેનેજર બનાવ્યા છે.
31 – વાવ-થરાદ વિસ્તારમાં કેનાલો નું કામ અને એની પાસેના રોડ બનાવવાના કામોમાં તમામમાં તેમનો ભાગીદાર કોન્ટ્રાકટર છે.
32 – 15 વર્ષમાં રૂ.2000ના પગારમાંથી રૂ.20000 કરોડના માલિક બન્યા તે કઈ આવક ઉપર ? તે જાહેર કરો.
વિપુલ ચૌધરી સામે પગલાં તો શંકર ચૌધરી સામે કેમ નહીં?
જો ઉપરોક્ત બાબત અમો જે જણાવીએ છીએ તેમાં ક્યાય પણ ખોટું લખેલ હોય તો અમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરજો તમને કુદરત પણ માફ નહિ કરે અને બનાસકાંઠાની પ્રજા પણ માફ નહિ કરે. તમારી કુટનીતિ તમને ઘોર અપરાધ અને પરાજયના માર્ગ ઉપર લઇ જઈ રહ્યું છે. ભાજપના દરેક કાર્યક્રમમાં તમારા રૂપાળા ચહેરાને ભલે આગળ કરવામાં આવતો હોય પણ તમારો કાળો અસલી ચહેરો તો આ છે. તેમ ભેમાભાઈ ચૌધરીએ 9724717450 14 ઓક્ટોબર 2017ના રોજ કહ્યું હતું.
જો વિપુલ ચૌધરી સામે સરકાર પગલાં ભરતી હોય તો તેમના કૌભાંડી નેતા શંકર ચૌધરીની સામે કેમ ભાજપ કે રૂપાણી સરકાર એક વર્ષથી પગલાં ભરતી નથી ? સરકાર કેમ પક્ષીય ભેદભાવ રાખી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆઝમખાનના નામે વણઝારાને ડરાવી રહેલુ ભાજપ ક્યા મુદ્દે વણઝારાથી ડરે છે…?
Next articleસ્વચ્છતાનો પ્રચાર કરનાર માહિતી ખાતાની કચેરીમાં જ ગંદકીનું સામ્રાજય…?