(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૧
આગામી રવિવારે શંકરસિહનુ સંગઠન શક્તિદળના સૈનિકો અમદાવાદ શહેરના રોડ-રસ્તા ગજાવતું પસાર થશે અને તે શહેરના રીવરફ્રન્ટ ખાતે ટાગોર હોલની પાછળ ઈવેન્ટ સેન્ટર ખાતે શિબિરના રૂપમાં ફેરવાશે ક્યારે શહેરીજનોને શંકરસિંહ જયારે કોંગ્રેસમાં હતા ત્યારે જે રીતે શક્તિદળના સૈનિકોની એક ડ્રેસમાં નીકળેલી શિસ્તબધ્ધતા જોવા મળશે.
આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા શક્તિદળના સંસ્થાપક શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈ પણ રાજકીય પક્ષની કરોડરજ્જુ તેની સંગઠન શક્તિ છે.શક્તિદળમા ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ અને બહેનો ની ભરતી કરવામાં આવશે. અને પ્રજાના પ્રશ્નોને તેમના સુખ દુઃખમાં ભાગીદાર થઈને હર હંમેશ મદદરૂપ થવા માટે શક્તિદળ તૈયાર હશે. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે થવાનો છે અને તેમાં યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયાસ છે. આજના યુવાનોમાં ખૂબ જ શક્તિ રહેલી છે પરંતુ તેને યોગ્ય દિશા મળે તો ઘણું બધું કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
આ કાર્યક્રમ અનુસંધાને શક્તિદળના સંયોજક પ્રો. કિશોરસિંહ સોલંકીએ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે રિવરફ્રન્ટ ખાતે ૧૦૦૦૦ સૈનિકોની તાલીમ શિબિર સંપૂર્ણ ડ્રેસ સાથે સવારે ૧૧-૦૦ વાગ્યાથી ૨-૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. તેમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને વધુમાં કહ્યું હતું કે અમદાવાદને શક્તિદળની શિબિર પછી ડિસેમ્બરના અંત સુધીમાં સુરત ખાતે પછીથી રાજકોટ અને ત્યારબાદ વડોદરા ખાતે આ પ્રકારની તાલીમ શિબિરો રાખવામાં આવશે. આમ ગુજરાતમાંથી એક વર્ષમાં એક લાખ સૈનિકોની ભરતી કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.