(જી.એન.એસ) તા. 18
ભાવનગર,
ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો હોય તેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક શખ્સે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસ અને પ્રેશર આપવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો. ગારીયાધારના પંચરત્ન સોસાયટીના રહેવાસી આ શખ્સનું નામ જયેશભાઈ સરવૈયા હોવાનું સામે આવ્યું છે. જયેશભાઈ ત્રણ સંતાનોના પિતા છે. પરિવારની જરૂરીયાતને લઈને જયેશભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ કોઈ કારણસર તેઓ પૈસા પરત ના કરી શકતા વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા. જયેશભાઈએ પૈસા પરત ના કરતા તેઓ જાહેરમાં આબરૂ નો નીલામ કરવાની ધમકી આપતા હતા. ત્રણ સંતાનોના પિતા જયેશભાઈએ આબરૂ જવાના ડરે ઝેરી દવા ગટગટાવી મોતને વાહલુ કરી લીધું છે. સમગ્ર મામલે નટુ ભાઈ મિયાણી અને ભાવેશ ભાઈ કાત્રોડીયા વિરુદ્ધ ગારીયાધાર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
થોડા સમય પહેલા પણ ભાવનગરમાં વ્યાજખોરોએ એક લેણદારને પોતાના સંકજામાં ફસાવીને વતન છોડવા પર મજબૂર કર્યો હતો. મહત્વની વાત છે કે, વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો કે ઉછીના નાણા પરત ના આપતા લેણદાર તેમને માનસિક સાથે શારીરિક ત્રાસ પણ આપવા લાગ્યા છે. તો કેટલાક કિસ્સામાં સમાજમાં તેમને બદનામ કરવાની પણ ધમકીઓ આપવા લાગ્યા છે. ખાસ કરીને એવા લોકો જેમને પરિવાર હોય છે તેઓ સમાજમાં બદનામ થવાના ડરે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા લાગ્યા છે. એક સર્વેમાં પણ સામે આવ્યું છે કે દર 12 મિનિટે એક વ્યક્તિ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરતો હોય છે. આ મામલે તંત્રની સાથે લોકોએ પણ સમજદારીભર્યું વર્તન દાખવવું જોઈએ. કારણ કે જો કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ બને છે અને લોકોએ પણ પોતે પાછા આપી શકાય તેટલીજ રકમ ઉધાર લેવી જોઈએ જેથી કરીને કોઈ તકલીફોનો સામનો પણ ના કરવો પડે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.