Home દેશ - NATIONAL વોટ્સએપથી કાશ્મીરમાં હિંસા ફેલાવી રહેલુ પાકિસ્તાન

વોટ્સએપથી કાશ્મીરમાં હિંસા ફેલાવી રહેલુ પાકિસ્તાન

342
0

(જી.એન.એસ), તા.૩ શ્રીનગર
જમ્મુ-કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં એક જેલની અંદરથી રાજયમાં અશાંતિને પ્રોત્સાહન આપવાવાળા અલગાવવાદીના નેટવર્કને સંચાલિત કરવામાં આવી રહેલ હોવાનું બહાર આવ્યુ છે. આ વાતનો ખુલાસો એવે વખતે થયો કે જયારે પોલીસે જેલમાં દરોડો પાડીને કેદીઓ પાસેથી ૧૬ સેલફોન જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યુ છે કે કેટલાક ખુંખાર ત્રાસવાદીઓ અને અલગાવવાદી કેદી આ ફોન થકી પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સના સંપર્કમાં રહેતા હતા અને રાજયમાં અશાંતિ પેદા કરવાના પ્રયાસો કરતા હતા. આ ફોન થકી વોટસએપ કોલ પાકિસ્તાન કરવામાં આવતા હતા. હવે પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે.
બારામુલ્લાના એસએસપી ઇમ્તિયાઝ હુસેને જણાવ્યુ છે કે, જેલમાં કેટલાક આતંકવાદીઓ કેદ છે અને તેમની પાસેથી પણ ફોન મળી આવ્યા છે. તેમના ફોનમાં વોટસએપ પણ છે અને અમે જોયુ કે તેમાં કેટલાક પાકિસ્તાની નંબરો સાથે સંપર્ક થતો હતો. અમે સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છીએ. બે સેલફોન તો કટ્ટર અલગાવવાદી મશરત આલમ પાસેથી જપ્ત થયા છે. તેની પાસેથી બીજી કેટલીક ચીજો પણ મળી આવી છે. પોલીસ હવે તપાસ કરે છે કે આખરે આ બધુ જેલમાં પહોંચ્યુ કઇ રીતે ?
સુત્રોનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક મહિનાથી જેલની અંદરથી મોબાઇલ ઓપરેટ થતા હોવાની બાતમી મળી હતી અને જે પછી દરોડા પાડવામાં આવ્યા. આ જેલમાં આતંકવાદી તથા પથ્થરબાજીના આરોપમાં પકડાયેલા લોકોને રાખવામાં આવ્યા છે અને આ લોકો પાસેથી મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. સુત્રો ઉમેરે છે કે પાકિસ્તાન તરફથી તેમને હિંસા ભડકાવવા અંગે દિશા-નિર્દેશો મળતા હતા. એવુ માનવામાં આવે છે કે જેલમાં તૈનાત અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓની મીલીભગતથી કેદીઓ સુધી મોબાઇલ પહોંચ્યા હતા અને હવે કાર્યવાહી થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગી સીએમ બનતા હિંદુ યુવા વાહિનીના સભ્યપદ માટે રોજ આવે છે ૫૦૦૦ અરજી
Next articleદારૂનો ધંધો કરવો એ મૌલિક અધિકાર નથીઃ સુપ્રિમ કોર્ટની ટિપ્પણી