Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક સ્તરે ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બનતા ભારતીય શેરબજારમાં ૧૪૫૬ પોઈન્ટનો...

વૈશ્વિક સ્તરે ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બનતા ભારતીય શેરબજારમાં ૧૪૫૬ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૦૩.૪૪ સામે ૫૩૧૮૪.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૫૨૭.૦૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૦.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૫૬.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૪૬.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૧૯.૩૫ સામે ૧૫૯૦૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૭૩.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૨૯.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૯૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં મોંઘાવરીનો દર મે મહિનામાં ૮.૬%ના ૪૧ વર્ષની ટોચે પહોંચતા અમેરિકન શેરબજારમાં અમેરિકન શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ડોલર સામે રૂપિયો તળિયે પટકાવવાની સાથે વૈશ્વિક બજારમાં ફ્રૂડના ભાવ વધતા ફુગાવો વધવાની ભીતિ પાછળ ભારતીય શેરબજાર ખાતે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે એક તબક્કે અંદાજિત ૧૭૭૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે રશિયા – યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાઈ જવા સાથે ફ્રૂડના ભાવ ફરી વધતા ફુગાવો વધવાની દહેશતથી બજારનું સેન્ટીમેન્ટ ખોરવાયું હતું. 

આ ઉપરાંત આગામી દિવસોમાં ફેડરલની મિટીંગમાં વ્યાજ દરમાં વધારો તેમજ વૈશ્વિક ઈન્ફલેશનના ડેટાની જાહેરાત થવાની હોઈ બજારમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. પ્રતિકૂળ પરિણામે પાછળ આજે રૂપિયો તુટીને ૭૭.૮૭ ની રેકોર્ડ નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. બીજી તરફ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સેન્ટીમેન્ટ ખરડાયું હતું. આ ઉપરાંત ગત સપ્તાહના અંતે પણ વૈશ્વિક બજારોની પીછેહઠની પણ અસર થવા પામી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૬૫ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૫.૧૯ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, મેટલ, ઈન્ડસ્ટ્રિયલ્સ, બેન્કેક્સ, ફાઈનાન્સ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૦૧ અને વધનારની સંખ્યા ૬૦૦ રહી હતી, ૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં હજુ સુધી પૂરતું કરેકશન જોવાયું નથી અને મેક્રોઈકોનિમક આંકડા જોતાં હજુ મોટા ઘટાડાના જોખમો રહેવા હોવાનું અને આ ઘટાડો પાંચ થી ૧૫ ટકા સુધીનો આવી શકે છે એવું રેટિંગ એજન્સી નોમુરાનું કહેવું છે. મેક્રો પરિબળો જોતાં વર્તમાન તાણની પરિસ્થિતિમાંથી બજારો પસાર થઈ રહ્યો છે. બજારમાં હજુ સંભવિત જોખમો રહેલા છે. વૃદ્વિ અને કમાણી પર મોટી અસર હજુ જોવાઈ નથી. વૃદ્વિ અને કમાણી બાબતે ચિંતાને ધ્યાનમાં લેવામાં આવે તો બજાર અત્યારે જે લેવલે છે એનાથી ઓછામાં ઓછું પાંચ અથવા આથી વધુ કરેકશન આવી શકે છે. વૃદ્વિ-વિકાસ પરના આઉટલૂક-અંદાજોના આધાર પર બજારોમાં વધુ પાંચ થી ૧૫%નું કરેકશન એટલે કે ઘટાડો આવી શકે છે.

ભારતીય કંપનીઓની કમાણી સંતોષકારક રહી છે, ચિંતા આર્થિક વૃદ્વિ અને વ્યાજ દરોની છે. વર્ષની શરૂઆતથી વૈશ્વિક ઘટનાઓએ ચિંતાને વધારી છે. નોમુરાનું માનવું છે કે સ્થાનિક બજારો તેની ઓકટોબર ૨૦૨૧ની ટોચથી ૧૦% કરેકશન આપી ચૂક્યા છે, ભારત હજુ પણ કોવિડ-૧૯ મહામારીની શરૂઆત થયા ત્યારથી આઉટપર્ફોર્મર રહ્યું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝનો પ્રવાહ વોલેટાઈલ રહ્યો હોવા સામે સ્થાનિક રોકાણ પ્રવાહ મજબૂત રહેવા સંતુલન જોવાયું છે. નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૩ અને નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે કોર્પોરેટ કમાણીમાં વૃદ્વિનો અંદાજ ૧૪% જેટલો મૂક્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાહુબલી સ્ટાર પ્રભાસ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે
Next articleફુગાવાની ચિંતા અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત્…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.