Home વ્યાપાર જગત - BUSINESS વૈશ્વિક બજારોમાં સુધારાની અસર અને ચોમાસાની સારી પ્રગતિના અહેવાલે ભારતીય શેરબજારમાં તેજી...

વૈશ્વિક બજારોમાં સુધારાની અસર અને ચોમાસાની સારી પ્રગતિના અહેવાલે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૮૨૨.૫૩ સામે ૫૧૯૭૨.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૬૩૨.૮૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૩.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૩.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૬૫.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૪૦૩.૪૦ સામે ૧૫૪૩૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૩૬૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૮.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૫૯૧.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ક્રુડ તેલના ભાવમાં  સ્થિરતા, ફુગાવો નીચે આવવાની ધારણાં, ચોમાસાની સારી પ્રગતિ તથા વિદેશની બજારોમાં સુધારાની અસરે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવાયો હતો. ગઇકાલના ઘટડા બાદ બીએસઈ સેન્સેકસની સુધારાની ચાલ આજે જળવાઈ રહી હતી. નીચા મથાળે મિડ – કેપ તથા સ્મોલ – કેપ શેરોમાં પણ રોકાણકારોનું આકર્ષણ રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસો સુધી વેચવાલીના બાદ એશિયાના શેરબજારોમાં સુધારો થતા તેની અસર ભારતીય શેરબજારોમાં પણ જોવા મળી હતી. એકંદર માર્કેટ બ્રેડથ પણ મજબૂત રહી હતી.

ભારતીય શેરબજાર માટે હાલમાં એવા કોઈ નેગેટિવ અહેવાલો નથી, ત્યારે અગાઉના અહેવાલોને બજારે હાલમાં ડીસ્કાઉન્ટ કર્યાનું જણાતા ચોમાસાની ગતિ દેશભરમાં સારી જોવા મળી રહેતા ખરીફ પાકની વાવણી પણ પૂરજોશથી ચાલી રહી છે. સારા ખરીફ પાકથી ગ્રામ્ય સ્તરે ઓટો માગ નીકળવાની અપેક્ષાએ ઓટો શેરોમાં ચમકારો જોવાયો હતો. ઉપરાંત ડોલર સામે રૂપિયો સાધારણ નબળો પડતા વિદેશમાં સેવા આપતી આઈટી કંપનીઓને લાભ થઈ રહેવાની ગણતરીએ આઈટી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૩૯.૬૦ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૭ અને વધનારની સંખ્યા ૨૦૩૮ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ઊંચો ફુગાવો તેમજ વધતા વ્યાજદર સહિતની અન્ય પ્રતિકૂળતાઓ પાછળ ભારતીય શેરબજારમાં સતત પીછેહઠ થતા બીએસઇ સેન્સેક્સ તેની ઓક્ટોબર ૨૦૨૧ની ઓલટાઇમ હાઇ સપાટીથી ૧૬% તૂટયો છે જ્યારે નિફ્ટી ફ્યુચર તેની ઓલટાઇમ હાઇ સપાટીથી ૧૮% જેટલો તૂટયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૦% તૂટયા છે. બીજી તરફ ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સના ૮૩% શેરોમાં નેગેટીવ રિટર્ન મળતા રોકાણકારો નિરાશ થયા છે. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ શેરબજારનું મોરલ ખરડાઈ જવા પામ્યું છે. વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલીથી બજારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.

એકધારી વેચવાલીના દબાણ પાછળ બજારમાં સતત પીછેહઠ થવાના કારણે બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સના ૮૫% જેટલા શેરો ૨૦૦ ડીએમએની સપાટીથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઇ ૫૦૦ ઇન્ડેક્સમાં સામેલ ૮૩% જેટલા શેરોમાં ચાલુ ૨૦૨૨ના કેલેન્ડર વર્ષમાં નેગેટીવ રિટર્ન મળ્યું છે. આ ૮૩% શેરોમાંથી ઘણા શેરો બાવન સપ્તાહની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જે એક ચિંતાનો વિષય છે. પ્રતિકૂળ અહેવાલો પાછળ શેરબજારમાં થઈ રહેલી એકધારી પીછેહઠના કારણે વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી ગભરાટનો માહોલ ઉદ્ભવતા બજાર દબાણ હેઠળ આવી જવા પામ્યું છે. વિદેશી ભંડોળ સતત પાછુ ખેંચાતા રૂપિયા પર પણ પ્રતિકૂળ અસર થતાં ડોલર સામે રૂપિયો તૂટીને ૭૮.૪૦ના નવા તળિયે ઉતર્યો હતો. બજારની હાલની સ્થિતિને જોતાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાભીજી ઘર પર હૈના વિભૂતિ નારાયણ મિશ્રાએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ મેળવ્યું
Next articleગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યો રોકાયા છે તે હોટલ બહાર ટીએમસીનું પ્રદર્શન
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.