Home વ્યાપાર જગત વૈશ્વિક પોઝિટિવ અહેવાલો વચ્ચે સ્થાનિક શેરબજારમાં હેલ્થકેર અને આઇટી – ટેક સેક્ટરની...

વૈશ્વિક પોઝિટિવ અહેવાલો વચ્ચે સ્થાનિક શેરબજારમાં હેલ્થકેર અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૭.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૨૬૮.૪૯ સામે ૫૫૨૫૮.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૧૫૭.૯૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૯૫.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૭.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૮૧૬.૩૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૯૧.૩૦ સામે ૧૬૪૮૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૩૮.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૬૦.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતી સાથે થઈ હતી, પરંતુ ભારતીય શેરબજારમાં આરંભિક અફડાતફડી બાદ ફોરેન ફંડોની શેરોમાં સતત બે દિવસના ઘટાડ બાદ મોટી ખરીદી થતાં તેજી જોવા મળી હતી. ગત સપ્તાહે ચાઈનામાં આર્થિક રિકવરીને વેગ આપવા અને લોન ડિફોલ્ટરોને રાહત માટે બેંકોને સૂચના સાથે સિસ્ટમમાં પ્રવાહિતા વધારવામાં આવ્યાના અહેવાલ વચ્ચે ઔદ્યોગિક, આર્થિક રિકવરીની અપેક્ષા અને અમેરિકામાં પણ વ્યાજ દરમાં તીવ્ર વધારાને હવે બ્રેક લાગવાના સંકેતે મહામંદીનો ફફડાટ હળવો થવાના અહેવાલે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો હતો.

કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોવા સામે ફુગાવાને અંકુશમાં લેવા વૈશ્વિક સેન્ટ્રલ બેંકોની વ્યાજ દરના પગલાં સફળ નીવડી રહ્યા સાથે વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં તીવ્ર ઘટાડાની સાથે અમેરિકામાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો હોવાના અહેવાલ અને ચોમાસાની સારી પ્રગતિ સાથે વૈશ્વિક સુધારાની ચાલે બજારમાં ફંડોએ આજે હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, આઇટી ટેક શેરોની આગેવાનીએ સાથે મેટલ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં તેજીએ બીએસઇ સેન્સેક્સ ૫૪૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૬૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૩૫ અને વધનારની સંખ્યા ૧૬૮૬ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી તેની હવે પછીની બેઠકોમાં રેપો રેટમાં નોંધપાત્ર વધારો કરશે તેવી ગ્લોબલ રેટિંગ એજન્સી એસએન્ડપી દ્વારા ધારણાં રાખવામા આવી રહી છે. આગામી સપ્તાહે એમપીસીની મળી રહેલી બેઠક પૂર્વે એસએન્ડપીનું આ અનુમાન લગાવ્યું છે. વિક્સિત બજારોની કેન્દ્રીય બેન્કોમાં રિઝર્વ બેન્ક ઓફ ન્યુઝીલેન્ડ ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી સૌથી વધુ સખત વલણ ધરાવી રહી છે અને ગયા વર્ષના ઓકટોબરથી તે વ્યાજ દર વધારી રહી છે. જ્યારે આની સરખામણીએ આરબીઆઈએ રેપો રેટ વધારવાનું મોડેથી શરૂ કર્યું છે. ઊંચા સ્તરેથી પ્રારંભ કર્યો હોવા છતાં રેપો રેટમાં આરબીઆઈ હજુ નોંધપાત્ર વધારો કરશે તેવું એસએન્ડપીના એક રિપોર્ટમાં જણાવાયું છે.

રેપો  રેટની દ્રષ્ટિએ  એશિયા – પેસિફિક  વિસ્તાર અમેરિકન ફેડરલ રિઝર્વની ચાલે ચાલતો નહીં હોવાનું જણાય છે. વિકાસસિલ દેશોમાં એશિયા – પેસિફિકનો રિટેલ ફુગાવો  પ્રમાણમાં નીચો છે. જો કે ભારતનો કિસ્સો અલગ છે. ભારત તથા ન્યુઝીલેન્ડમાં મુખ્ય ફુગાવો ૨૦૨૨ના મધ્યમાં ૬% આસપાસ હતો. અમેરિકામાં પણ આજ સ્તર રહ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અત્યારસુધીમાં અંદાજીત ૯૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. કોરોનાના કાળમાં અર્થતંત્રને ટેકો પૂરો પાડવા વ્યાજ દરમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરોપી મનવિંદરસિંહ કેટરિનાના એક તરફી પ્રેમમાં પાગલ છે
Next articleકર્ણાટકમાં ભાજપના યુવા નેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.