Home દેશ - NATIONAL વૈકેયા નાયડૂનો વિરોધીઓ પર ટોણો, ઇવીએમ એટલે ‘એવરી વન વોટ ફોર મોદી’

વૈકેયા નાયડૂનો વિરોધીઓ પર ટોણો, ઇવીએમ એટલે ‘એવરી વન વોટ ફોર મોદી’

306
0

(જી.એન.એસ) નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના કેન્દ્રીય પ્રધાન વૈંકેયા નાયડુ તેમના ભાષણની આગવી શૈલીને કારણે પત્રકારોમાં ઘણા લોકપ્રિય છે.
પાંચ રાજ્યામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા બાદ વિપક્ષો દ્વારા અને ખાસ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા EVM સાથે ચેડાં કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેનો જવાબ વૈંકેયા નાયડુએ તેમના આગવા અંદાજમાં આપ્યો છે.
વિપક્ષોના આરોપનો જવાબ આપતા નાયડુએ EVMની નવી પરિભાષા આપી દીધી. નાયડુએ કહ્યું કે, કેટલીક પાર્ટીઓ માટે EVM હવે ‘એવરી વન વોટ ફોર મોદી’ બની ગયું છે. કારણકે તેમને ભાજપની જીત થાય ત્યારે જ EVMમાં ચેડાં થયા હોય તેમ લાગે છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ 11 માર્ચે જાહેર થયા હતા, જેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી જ્યારે પંજાબમાં ભાજપ-અકાલી ગઠબંધનને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
જોકે, મણિપુર અને ગોવામાં ભાજપ બીજા નંબરની પાર્ટી બનવા છતાં અને સ્પષ્ટ બહુમતી નહીં મળવા છતાં ગઠબંધન કરીને સરકાર બનાવવામાં સફળ રહી છે.
ચૂંટણી પરિણામ બાદ ભાજપની સફળતા અને સરકારને નહીં પચાવી શકતા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા તેમજ EVMમાં ચેડાં થયા હોવાનું કારણ દર્શાવી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘દંગલ’ની પાકિસ્તાનમાં રિલીઝ માટે શરત માનવાનો આમિર ખાને કર્યો ઇન્કાર
Next articleઅલવર કાડઃ ગુનેગાર ગુનેગાર હોય છે, હિન્દુ કે મુસ્લિમ નહીઃ મુખ્તાર અબ્બાસ નકવી