(GNS)
ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાઝે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ક્રિકેટ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપીને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમનો પ્રથમ ઈનિંગ્સમાં ધબડકો થયો હતો અને કેરેબિયન ટીમ 255માં ઓલ આઉટ થઈ જતા ભારતને 183 રનની સરસાઈ મળી હતી. સિરાઝે 23.4 ઓવરમાં 60 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સિરાઝે ટેસ્ટમાં બીજી વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. વરસાદના વિક્ષેપ વચ્ચે વેસ્ટ ઈન્ડિઝે ચોથા દિવસની રમત પાંચ વિકેટે 229 રનથી આગળ ધપાવી હતી અને સવારના પ્રથમ સત્રમાં જ ફક્ત 26 રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવતા ભારતે ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બીજા દાવ માટે રમવા ઉતરી હતી અને લંચ સેશન સુધીમાં ભારતે ઝડપી રમત રમતાં 12 ઓવરમાં એક વિકેટના નુકસાને 98 રન કર્યા હતા. રોહિત શર્માએ (57) બીજા દાવમાં પણ ફિફ્ટી ફટકારીને મક્કમ શરૂઆત કરી હતી.
પ્રથમ દાવની 183 રનની સરસાઈને ધ્યાનમાં લેતા ભારતની લીડ 281 રનની થઈ હતી. પ્રથમ સત્ર સુધીમાં યશસ્વી જયસ્વાલ 37 રને રમતમાં હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ટ્રિનિદાદમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે બીજા દાવમાં આક્રમક રમત રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ 35 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ રોહિતની ટેસ્ટમાં આ સૌથી ઝડપી ફિફ્ટી રહી હતી. વિન્ડિઝનો બેટિંગ બાદ ફિલ્ડિંગમાં પણ કંગાળ દેખાવ રહ્યો હતો અને રોહિતના બે વખત કેચ છૂટતાં તેને જીવતદાન મળ્યું હતું. આખરે ગેબ્રિયલની ઓવરમાં તે ફાઈન લેગ પર હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.