(જી.એન.એસ),તા.૧૮
લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વાર્તાયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીએ પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તો સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ સાથે ડીસામાં 12.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વડોદરામાં 15 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે.. રાજ્યમાં ઠંડીનો ચમકારો છે, પરંતુ ખરી ઠંડી તો મહિનાના અંતમાં આવશે.
ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી, હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.