Home મનોરંજન - Entertainment વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ નું ટીઝર લોંચ થયું

વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ નું ટીઝર લોંચ થયું

17
0

(GNS),07

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચાવનાર હર્ષદ મહેતાના સ્ટોક માર્કેટ કૌભાંડ પર આધારિત કલ્ટ વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ બનાવનાર હંસલ મહેતા હવે બીજા એક કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. વર્ષ 2003માં અબ્દુલ કરીમ તેલગી નામના કૌભાંડીએ રૂ. 30,000 કરોડનું સ્ટેમ્પ પેપર કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડ પરથી હંસલ મહેતા અને તુષાર હિરાનંદાનીએ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’ નામની વેબ સિરીઝ બનાવી છે. શુક્રવારે આ સિરીઝનું ટીઝર લોંચ થયું હતું. 1 મિનિટ 26 સેકન્ડનું આ ટીઝર 1992નાં હર્ષદ મહેતાના કૌભાંડની ઝલક સાથે શરૂ થાય છે. ત્યારબાદ 2003નું રૂ. 30,000 કરોડનું કૌભાંડ બતાવવામાં આવે છે.

ટીઝરમાં કૌભાંડનાં માસ્ટરમાઇન્ડ અબ્દુલ કરીમ તેલગીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હંસલ મહેતાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મિડીયા હેન્ડલ પર ટીઝર અપલોડ કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘લાઇફ મેં આગે બઢના હૈ તો ડેરીંગ તો કરના પડેગા ના ડાર્લિંગ.!’ 2 સપ્ટેમ્બરથી આ સિરીઝનું સ્ટ્રિમિંગ કરનાર સોની લિવે પણ ટીઝર અપલોડ કરીને લખ્યું છે, “ખેલ બડા થા, ઔર ખિલાડી…! અબ્દુલ કરીમ તેલગી દ્વારા ભારતના સૌથી મોટા કૌભાંડોમાંના એકની કહાની, જેણે દેશને હચમચાવી નાખ્યો.” સિરીઝમાં ગગનદેવ રિયારે તેલગીની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હંસલ મહેતાની વેબસિરીઝ સ્કૂપ ઓટીટી પર રિલીઝ થઈ હતી. તેલગીનાં ટીઝરની ભારે પ્રશંસા થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field