કુડાસણમાં આવેલી ગુજરાત ગારમેન્ટ ઝોનમાં કપડા બનાવતી કંપનીના માલિક પાસે અમદાવાદના વેપારી બાપ બેટાએ 1125 ટી શર્ટનો ઓર્ડર આપ્યો હતો. જે વેપારીએ ઓર્ડર મુજબ તૈયાર કરીને ટી શર્ટ મોકલી આપી હતી. જ્યારે નાણાંની માગણી કરતા બહાના બતાવવામાં આવતા હતા. ત્યારબાદ ચેક આપવામાં આવ્યા હતા. પરંતુ ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ જે થાય તે કરી લેજે કહીને નાણાં આપવાની હાથ ઉંચા કરી દીધા હતા.
જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ શૈલેષ ત્રંબકલાલ પરીખ (રહે, જગતપુર, અમદાવાદ) કુડાસણમાં આવેલા ગુજરાત ગારમેન્ટ ઝોનમાં 9 નંબર ખાતે રેડીમેડ કપડા બનાવવાનો ધંધો કરે છે. આશરે એક વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા અજીતભાઇ હરીલાલ શાહ જે અનન્યા ફેબ્રિક્સ પ્રા. લી. નામથી કંપની ધરાવે છે. તેમના દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ પિતા અને દિકરો ભાવિક અજીતભાઇ શાહ કે રાહેજા રોડ ખાતે આવેલા કારખાનામાં મળવા આાવ્યા હતા અને 1125 ટી શર્ટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મુજબ જીએસટી સાથે 5,07,938 કિંમત થતી હતી. જેના 40360નો એક ચેક ક્લીયર થયો હતો. જ્યારે બાકીના 4,67,578 લેવાનુ બાકી હતુ. જ્યારે બાકીની રકમ માલની ડીલીવરી થયા પછી એક મહિનામા પેમેન્ટ ચૂકવવાની વાત કરી હતી.
પરંતુ વિશ્વાસમા આવતા ત્રણ લોટમા 375 ટી શર્ટ બનાવી આપી ઓર્ડર પુરો કર્યો હતો. તમામ ટી શર્ટ બનાવી અનન્યા ફેબ્રિક્સ પ્રા.લી. વી3 સમેત બિઝનેશ પાર્ક 1, ખોખરા સર્કલ, અમદાવાદ મોકલી દીધા હતા. જ્યારે માલ લઇ લીધા પછી પણ બીલની રકમ મોકલી ન હતી. એક મહિનાની મુદત પુરી થયા પછી પણ નાણાં નહિ આપતા ફરીથી માગતા બહાના બતાવવામા આવતા હતા.
જેથી બીલની રકમ નહિ આપો તો કોર્ટમા જવાની વાત કરતા 138 મુજબ નોટીસ મોકલી હતી. જેથી બાપ દિકરાએ ધમકી આપી હતી અને કહ્યુ હતુ કે, નાણાં તને નહિ મળે, તારાથી જે થાય તે કરી લેજે. ત્યારબાદ પણ વેપારીને રૂપિયા બાબતે વાટાઘાટો કરી હતી. પરંતુ બાપ બેટાએ નાણાં નહિ જ ચૂકવતા ઇન્ફોસિટી પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.