Home રમત-ગમત Sports વુમન્સ પ્રીમિયર લીગમાં 23 ફેબ્રુઆરીથી શરુ થઇ, 5 ટીમોના કેપ્ટન વિષે પણ...

વુમન્સ પ્રીમિયર લીગમાં 23 ફેબ્રુઆરીથી શરુ થઇ, 5 ટીમોના કેપ્ટન વિષે પણ જાણો

57
0

(જી.એન.એસ),તા.૨૨

મુંબઈ,

વુમન્સ પ્રીમિયર લીગ (W PL)ની શરુઆત 23 ફેબ્રુઆરીથી થઈ રહી છે. વુમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની પેહલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. વુમન્સ પ્રીમિયર લીગ 2024માં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચ રમાશે. ટૂર્નામેન્ટની તમામ 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. વુમન્સ પ્રીમિયર લીગ શરુ થવાની સૌ કોઈ રાહ જઈ રહ્યા છે. હવે તે સમય આવી ગયો છે. ત્યારે ટીમની તમામ કેપ્ટનો પણ પોતાની ટીમ સાથે તૈયાર છે.યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલી છે. આ લીગની તમામ મેચ રાત્રે 7: 30 કલાકે શરુ થશે.

વુમન્સ પ્રીમિયર લીગની કેપ્ટનો વિશે જણાવીએ. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ છે. દિલ્હી છેલ્લી રનર અપ હતી અને તે આ વખતે ટ્રોફી જીતવા માંગશે. આ સિઝનમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની નવી સીઝનની શરૂઆત પહેલાપ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અમારી ટીમ ખુબ મજબુત છે.સૌથી પહેલા આપણે ગુજરાત જાયન્ટસના કેપ્ટનની વાત કરીએ તો ટીમની કેપ્ટન બેથ મૂનીને આપવામાં આવી છે. ગુજરાતની ટીમ 2023માં પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ગત્ત વર્ષે બેથ મૂની ઈજાગ્રસ્ત હોવાથી ભારતની ઓલરાઉન્ડર સ્નેહા રાણાએ ટીમનું નેતૃત્વ કર્યું હતુ. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ WPLની પ્રથમ સિઝનની વિજેતા ટીમ બની હતી. હવે તે પોતાના ટાઇટલનો બચાવ કરવા મેદાનમાં ઉતરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિના ખાને ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, તસ્વીરો વાયુવેગે વાઈરલ
Next articleપ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે રોમાંચક વિજય