Home ગુજરાત વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી...

વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી અધિકારીઓ ની ગાડી પર માટીના ઢેફાં ફેંકી ઈજા પહોચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી

11
0

(જી.એન.એસ) તા.૧

ભાવનગર,

પાલીતાણાના ડુંગરપુર ગામે વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડીના અધિકારીઓને લાકડી વડે માર મારી ગાળો આપી અધિકારીઓ ની ગાડી પર માટીના ઢેફાં ફેંકી ઈજા પહોચાડી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભુજ તાલુકાના માધાપર ગામના વાતની અને અને ભુજ પીજીવિસીએલ કચેરીમાં નાયબ ઇજનેર અને વિજિલન્સ ઇન્સટોલેશન ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવતા વિપુલભાઈ રણજીતભાઇ ગાવિત સહિતની ટીમ સાથે ભાવનગર ખાતે આવી પહોચ્યા હતા.અને જૂનાગઢ અને ભાવનગરની વીજ ચેકીંગ ટીમ પોલીસ કોન્સ્ટેબલ સાથે પાલીતાણાના ડુંગરપુર ગામે દિલીપભાઈ ભીમજીભાઇ ડાભીના વિરાના કારખાના કરવા માટે ગયા હતા અને ક્રીમ દ્વારા કાર્ય પ્રણાલી મુજબ વીજ પેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ પૂર્ણ કરી પરત જતા હતા.તેવામાં ઘણાબધા માણસો આવ્યા હતા. અને કહેલ કે અમારા કારખાને કેમ વારંવાર વીજચેકિંગ માટે આવો છો તેમ કહેવા લાગેલ હતા.અને જેથી વીજ ચેકીંગ ટુકડી ગાડીઓ હોય ત્યા જતા હતા. અને નાયબ ઇજનેર તથા  હરેશભાઈ બાવનજીભાઈ ઢાંકેચા પણ ગાડીમા બેસવા જતા હતા.તે દરમ્યાન ચાર વ્યક્તિઓ આવ્યા હતા. અને એક વ્યકિતએ લાકડીનો ઘા નાયબ ઇજનેર વિપુલભાઈનાં ડાબા પગના ગોઠણ પાસે ઝીંકી દીધો હતો. તેમજ બીજા વ્યક્તિએ ગાલ પર તમાચો માર્યો હતો.તેમજ ત્રીજા વ્યકિતે કાખલો પકડી લીધો હતો. અને ચોથો વ્યક્તિ મુંઢમાર માર માર્યો હતો. દરમિયાનમાં હરસભાઈ બાવનજીભાઈ ઢાંકેચા મ પાસે આવતા હતા ત્યારે અન્ય વ્યકિતી આવેલ અને તેણે હરેશભાઈને પકડી લઇ તેને માર માર્યો હતો. તેમજ વિશાલભાઈ પ્રભુદાસ અગ્રાવત તથા યશપાલ જગદીશભાઇ પાઠક સાથે પણ આ લોકોએ જપાજપી કરી ગાળા ગાળી કરી હતી. દરમ્યાન સાથે રહેલ પોલીસ વધુ મારથી બચાવ્યા હતા. અને વીજ ચકિંગ ટુકડી વાહનમાં બેસી જતા હતા તે દરમ્યાન વિશાલભાઈ અગ્રાવતની બોલરો ગાડી ઉપર માટીના ઢેફાંના છૂટા ધા કર્યા હતા.અને પાલિતાણાની પાલતાણા સરકારી હોસ્પીટલ ખાતે સારવાર લીધી હતી.આ બનાવ સંદર્ભે નાયબ ઇજનેર વિપુલભાઈ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં પાંચ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field