(GNS),30
પ્લેનની મુસાફરી એટલે સલામત સવારી ગણવામાં આવે છે તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં બસ અથવા ટ્રેનમાં મુસાફરની બેગ ચોરી થઈ ગઈ હોય અથવા બેગ ખુલ્લુ હોય પરંતુ આવી જ ઘટના પ્લેનમાં બની હોય તો કેવું આશ્ચર્ય લાગે.
જી હા આ ઘટના આજે અમદાવાદ એરપોર્ટ પર બની હતી જેમાં એક સિનિયર સિટીઝન ની બેગ ખુલ્લી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદના રહેવાસી સિનિયર સીટીઝન બે દિવસ પહેલા નેપાળના પોખરા વિસ્તાર બાજુ ફરવા ગયા હતા ત્યાંથી તેઓ કાઠમંડુ આવ્યા અને ત્યાંથી દિલ્હી થઈ અમદાવાદ પહોંચ્યા હતા જેમાં તેઓએ વિસ્તારા કંપનીની ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હતી અને મુસાફરી કરી હતી.
જ્યારે તેઓ દિલ્હી થી અમદાવાદ પહોંચ્યા અને તેમનું બેગ તેમની પાસે આવ્યું ત્યારે ખુલ્લું જોવા મળતા તુરંત જ વિસ્તારા કંપનીના કર્મચારીઓને જાણ કરી હતી જ્યારે બેગ બેલ્ટ પર આવ્યું ત્યારે બેગના ચેઇન ખુલ્લા હતા બેગ ની અંદર ના પટ્ટા પણ ખુલ્લા હતા અને બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત જોવા મળી હતી જેથી પહેલા તો ચોરી થયું હોવાનું લાગ્યું હતું પરંતુ બેગ ચેક કરતા કોઈ વસ્તુ ચોરાઈ હતી નહીં પરંતુ સુરક્ષા સામે સવાલ ઉઠતા સિનિયર સિટીઝને કંપની સામે ફરિયાદ કરવાનું કહેતા ત્યાંના કર્મચારીએ ઉડાઉ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે બેગમાંથી ચોરી થઈ નથી તો ફરિયાદ શા માટે કરો છો.
પરંતુ સિનિયર સિટીઝને તેની એક વાત નહીં માનતા અંતે કર્મચારીએ તેઓને કંપનીના ક્યુ આર કોડ સ્કેન કરી અથવા કસ્ટમર કેર માં ફરિયાદ કરવા જણાવ્યું હતું અને એરપોર્ટ પર વિસ્તારા કંપનીમાં ફરિયાદ માટે બીજી કોઈ સુવિધા ન હોવાનું જણાવ્યું હતું અને તેના ઉપરી અધિકારી પણ રસ્તામાં હોઈ 1 કલાક બાદ આવ્યાં હતા અને તેમાં અધિકારી કરણ કરણીએ પણ કસ્ટમર કેરમાં ફોન કરજો એવું કહ્યું હતું. ત્યાર બાદ સિનિયર સિટીઝને કસ્ટમર કેરમાં ફોન કર્યો ત્યારે આ રીતે ઉડાઉ જવાબ આપતા આ કંપનીના સુરક્ષા સામે સવાલ ઉઠવા પામ્યા છે જ્યારે ફ્લાઇટમાં મુસાફરી કરવી સલામતી ગણાય છે ત્યારે જો આવા બનાવ ફ્લાઈટમાં બનતા હોય તો આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું સિનિયર સિટીઝને જણાવ્યું હતું. અને અંતે તેઓએ વિસ્તારા કંપનીના ઓફિશિયલ ઇમેલ આઇડી પર આ કંપની સામે સુરક્ષા ને લઈને ફરિયાદ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.