Home ગુજરાત વિસનગરમાં પ્રથમવાર નૂતન સર્વ વિદ્યાલયમાં આટયા પાટયાનો રાજ્યકક્ષાનો રમતોત્સવ યોજાયો

વિસનગરમાં પ્રથમવાર નૂતન સર્વ વિદ્યાલયમાં આટયા પાટયાનો રાજ્યકક્ષાનો રમતોત્સવ યોજાયો

42
0

વિસનગરમાં આવેલ નુતન સર્વ વિદ્યાલય ખાતે ગુજરાતના રાજ્યકક્ષાની આટયા પાટયા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં નામ પણ ખબર ન હોય એવી આ રમત અત્યારે લુપ્ત થતી જાય છે. ત્યારે આ લુપ્ત થતી રમતો ફરીથી યુવાઓ રમે અને જાગૃત થાય તે માટે આ આટ્યા પાટયાની રાજ્યકક્ષાની પ્રથમવાર રમત વિસનગરમાં યોજાઇ હતી.

જેમાં આ રમત અત્યારે મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. જેમાં આ આટ્યા પાટયા રમતમાં 300થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે આ રમતોત્વનું આયોજન આટ્યા પાટયા રમતોત્સવ એસોસિએશન ગુજરાત અને મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રમતનું આયોજન કરીને લુપ્ત થતી રમતોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ડિજિટલ યુગમાં યુવાઓ મેદાન પરની રમતો ભૂલીને મોબાઈલ કે કમ્પ્યુટર માં ગેમો રમવા તરફ વળ્યા છે.

ત્યારે કેટલીય પ્રાચીન રમતો જે લુપ્ત થતી જાય છે જેને લઇ આ લુપ્ત થતી રમતો બાળકોમાં ફરીથી રમાય તે આશયથી નૂતન સર્વ વિદ્યાલયમાં આટ્યા પાટયા રમતોત્સવનુ આયોજન પ્રથમવાર કરવામાં આવ્યું હતું. જેમાં રમત હાલમાં મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે. જેમાં રમતો દ્વારા બાળકોનો સર્વાંગી અને માનિસક વિકાસ થાય છે. તે માટે નૂતન સર્વ વિદ્યાલયમાં આ રાજ્યકક્ષાની રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ના. મ. નૂતન સર્વ વિદ્યાલયમાં આટ્યા પાટ્યા સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવ્યું છે, જે રાજ્યકક્ષાની સ્પર્ધા છે. આટયા પાટયા સ્પર્ધાનું નામ બહુ ઓછા લોકોએ જાણ્યું હશે. કારણ કે આ લુપ્ત થઈ ગયેલી એક સ્પર્ધા છે. જે અત્યારે હાલ મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. એ સ્પર્ધાને આપણે અત્યારે એટલા માટે યોજી છે કે ગુજરાતની અંદર લોકો જાણે કે જૂના જમાનાની આપને રમતા એ રમતો છે.

અત્યારના બાળકો એ રમતો રમે અને પોતાનું શારીરિક શોષ્ટવ કેળવે એટલા માટે અમારી સ્કૂલની અંદર રાજ્યકક્ષાનો રમતોત્સવ રાખેલ છે. જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડીના ખંડેરાવપુરામાં દુકાનની બારી તોડી તસ્કરો લેપટોપની ચોરી કરી રફુચક્કર, ઘટના સીસીટીવી કેદ
Next articleવૈશ્વિક ચલણોના મૂલ્યમાં જંગી ધોવાણથી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં વેચવાલી યથાવત્…!!!