Home ગુજરાત વિસનગરના વાલમના શખ્સે ચાણસ્માના ગલોલી વાસણાના યુવક પાસેથી હાથ ઉછીના રૂપિયા લઇ...

વિસનગરના વાલમના શખ્સે ચાણસ્માના ગલોલી વાસણાના યુવક પાસેથી હાથ ઉછીના રૂપિયા લઇ પરત ન કર્યા

30
0

ચાણસ્મા તાલુકાના ગલોલી વાસણા ગામના રબારી યુવક દેસાઈ જીગરકુમાર જીભાઈ ભાઈ એ તેમના કૌટુંબિક મામા મૂળ વતની સરદારપુરા તાલુકો ચાણસ્મા ના દેસાઈ ભગવાનભાઈ મફાભાઈ રહે નીતિન નગર સોસાયટી ના પુત્ર દક્ષિતને વાલમના મૂળ વતની અને અમદાવાદ ખાતે ઉચ્ચ શિક્ષણ ના સલાહકાર અંગેની ઓફિસ ધરાવતા કેયુર પ્રભુદાસ પટેલ ઉંમર વર્ષ 55 પિતા અને તેમના પુત્ર અત્રી કેયુરભાઈ પટેલ ઉંમર વર્ષ 30 હાલ રહે 12 સૌંદર્ય એપાર્ટમેન્ટ અર્જુન ટાવર ની બાજુમાં ઘાટલોડીયા અમદાવાદ વાળા સાથે અભ્યાસ કરતો હોય સંબંધ હોવાથી 10:30 લાખ રૂપિયાની જરૂરિયાત હોવાનું જણાવતા ફરિયાદીના મામાના દીકરાએ ફરિયાદીને પૈસા આપવા અંગે કહેલ જેથી કરી ફરિયાદીએ આરોપી પિતા પુત્રને બે મહિના માટે હાથ ઓસીના સાડા દસ લાખ રૂપિયા આપેલ જે અંગે મારા મામાના દીકરાને વાયદા પ્રમાણે બે માસ પૂરા થતા આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણીએ મોકલેલ જેથી કરીને આરોપીઓએ ફરિયાદીના મામાના દીકરાને તારીખ 22 6 22 ના રોજ induslnd શાહીબાગ બેંકની શાખાનો 10:30 લાખની રકમ નો ચેક નંબર 91 66 67 આપેલો આને કહેલ કે અમે અમારા લેણા માંથી મુક્ત થઈએ તમે બેંકમાં ચેક ભરશો એટલે તમારા રૂપિયા તમને મળી જશે તેવો વિશ્વાસ વચન અને ભરોસો આપેલો.

ફરિયાદીએ આરોપીય આપેલ ચેક bank of baroda સોલા રોડ અમદાવાદ શાખામાં થી bank of baroda ચાણસ્મા શાખામાં આરોપી આપેલ ચેક ઓનલાઇન ક્લિયરિંગ માટે જો ભરાવતા આરોપીના ખાતામાં રકમ હતી નહીં અને ચેક પાછો આવેલ જે અંગે ફરિયાદીએ આરોપીને જાણ કરેલ ત્યારબાદ ફરિયાદી આરોપી પાસે ઉઘરાણી માટે અવારનવાર જતા હતા અને છેવટે પિતા પુત્ર આરોપીઓએ ફરિયાદીને અમારે તને કશું આપવાનું નથી તારાથી થાય તે કરી લે તેમ કહીને અમારી સાથે વિશ્વાસઘાત કરતા છેવટે કંટાળીને ફરિયાદીએ સાંજે આરોપી એક અતરી કેયુરકુમાર પટેલ પુત્ર અને તેના પિતા આરોપી નંબર 2 કેયુર કુમાર પ્રભુદાસ પટેલ મૂળ રહે વાલમ હાલ અમદાવાદ વાળા સામે ફરિયાદ દાખલ કરતા ચાણસ્મા પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉનામાં પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને કોળી સેનાએ બાઈક રેલી કાઢી
Next articleપાટણનાં મહાલક્ષ્મીમાતાની પોળમાં સુવ્રત સ્વામી જિનાલયે પંચાન્તિકા મહોત્સવ નિમિતે વિશાળ રથયાત્રા નિકળી