(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી.કે પટેલની સૂચના અનુસાર અમદાવાદ,સર્કીટ હાઉસ ખાતે યુવા સંગઠનના પ્રદેશ કન્વીનર આકાશ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર અને જિલ્લાની વિશ્વ ગુજરાતી સમાજની ‘ગુજરાતી પરીવાર સભા’ નું આયોજન કરવામાં આવેલ. ગુજરાતી પરીવાર સભાના આયોજનો થકી આવનારા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજએ ગુજરાતી ભાષા,સાહીત્ય,સંસ્કૃતિના પ્રચાર પ્રસાર તેમજ સામાજિક સમરસતા કઈ રીતે મહત્વનો ભાગ ભજવશે તે અંગે અમદાવાદ શહેર અને જિલ્લા કન્વીનર નિલેશભાઈ પ્રજાપતિએ સંસ્થાના વિચારો રજૂ કરેલ. આ ગુજરાતી પરીવાર સભામાં વિશેષ વિષય કાયદો અને પોલીસ વિભાગ પર કાયદા સમિતિ કન્વીનર એડવોકેટ દુર્ગેશભાઈ રાવલે બધાને સમજણ આપેલ. છેલ્લા 36 વર્ષથી વિશ્વભરમાં ગુજરાતીઓ માટે કાર્યરત આ સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશનના માધ્યમથી વિશ્વ ભરમાંથી ગુજરાતીઓને કનેક્ટ કરવાનું માધ્યમ બનશે. આ મીટીંગમાં પ્રદેશ હોદ્દેદાર રાકેશભાઈ પટેલ,શહેર જિલ્લામાંથી પ્રિયંકભાઈ પટેલ,પ્રકાશભાઈ પટણી,વિભાગ કન્વીનર પંકજગીરી ગોસ્વામી તેમજ અન્ય નવનિયુક્ત થયેલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.