Home ગુજરાત વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

86
0

(જી.એન.એસ.),તા.૦૯
અમદાવાદ


વિશ્વ ના ૧૨૫ થી વધુ દેશો માં વસતા ગુજરાતીઓનું છેલ્લા ૩૩ વર્ષ થી પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ ( પ્રણેતા – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કોર કમીટી ચેરમેન – પાટીદાર સમાજ ની ૬ અગ્રીમ સંસ્થા, પૂર્વ ચેરમેન – નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન – અમેરીકન એસોસિએશન ) તારીખ ૯ જૂન , ગુરુવાર ના રોજ રાત્રે ૯.૩૫ કલાકે અમેરીકા થી ભારત પરત આવ્યા છે. વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગની રચના થયા પછી સૌ પ્રથમવાર શ્રી સી.કે પટેલ ભારત આવી રહ્યા હોવાથી યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ અમદાવાદ, ગાંધીનગર તેમજ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના તમામ હોદ્દેદાર અને કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ મુકામેં ભેગા થયા હતા. આદરણીય પ્રમુખ શ્રી સી.કે. પટેલનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આવનારા સમયમાં ગામડા ના ખૂણે ખૂણે થી લઈને વિશ્વ ના ખૂણે ખૂણે કે જ્યાં ગુજરાતી સમાજ વસે છે ત્યાં યુથ વિંગ નો વ્યાપ વધારીને વિશ્વ ગુજરાતી સમાજને વિશ્વનું સૌથી મોટું સામાજિક સંગઠન બનાવવાના ઉદેશ્યને અનુલક્ષીને પ્રમુખ શ્રી સી.કે પટેલ સૌ યુવા હોદ્દેદાર ને સંબોધન કર્યું. અને રાષ્ટ્રીય કક્ષાના, પ્રદેશ કક્ષાના તેમજ અમદાવાદ – ગાંધીનગરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો
Next articleદેશમાં હવે રિમોટ વોટિંગ શરૂ કરવા ચુંટણી આયોગ પ્રયાસ કરી રહી છે