જો દર મહિને 1.75 લાખ લોકો બેરોજગાર બનશે, આની ભારત પર શું થશે અસર?
દુનિયાભરમાં મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે અને તેની ઝપેટમાં સૌથી વધારે અમેરિકા જોવા મળી રહ્યું છે. 40 વર્ષની ઉચ્ચતમ સપાટી પર મોંઘવારી, વ્યાજ દરમાં સતત વધારો અને બેરોજગારી દર 53 વર્ષની નીચલી સપાટી પર આવવા તરફ ઈશારો કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં 2.63 લાખ લોકોને નોકરીઓ મળી જે 1969 પછી સૌથી નીચેની સપાટી તરફ છે. એવાામાં હવે બેંક ઓફ અમેરિકાના રિપોર્ટમાં અત્યંત ડરામણી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તે પ્રમાણે આગામી વર્ષના પહેલા 6 મહિના એટલે કે જાન્યુઆરી-જૂનમાં અમેરિકા મંદીની ઝપેટમાં આવી શકે છે. જો આવું થશે તો દેશમાં દર મહિને 1.75 લાખ લોકો બેરોજગાર બની શકે છે.
અમેરિકામાં શેરબજારની હલચલ હોય કે બીજો કોઈ મહત્વનો નિર્ણય હોય તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળે છે. ભારતને પણ અમેરિકાની ઉથલપાથલ મોટાપાયે પ્રભાવિત કરે છે. આ સંજોગોમાં મંદીના મારની વચ્ચે જો અમેરિકામાં આટલા મોટા સ્તરે નોકરીઓ જાય છે તો ભારતીય પ્રોફેશનલ જે દેશ છોડી ત્યાં નોકરી કરી રહ્યા છે તે પણ મંદીના ઝપેટામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લાખોની સંખ્યામાં ભારતીયો નોકરી કરી રહ્યા છે. આ સ્થિતિ ફક્ત ભારત જ નહી વિશ્વના બીજા દેશો માટે પણ હેરાનગતિનું કારણ બનશે. બેંક ઓફ અમેરિકામાં યૂએસ ઈકોનોમિક્સના હેડ માઈકલ ગેપને આગામી 1 વર્ષમાં અમેરિકામાં બેરોજગારી દર 5થી 5.5 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. આ અનુમાન એટલા માટે ખતરનાક છે. કેમ કે ફેડે પણ આગામી વર્ષે બેરોજગારી દરનું અનુમાન 4.4 ટકા લગાવ્યું છે. અમેરિકામાં મોંઘવારીની સ્થિતિ દુનિયાના બીજા વિકસિત દેશોની જેવી જ જોવા મળી રહી છે.
અમેરિકામાં ચાર દાયકાના ઉચ્ચતમ સ્તરે પહોંચેલી મોંઘવારીને રોકવા માટે અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ સતત વ્યાજદરમાં વધારો કરી રહ્યું છે. વ્યાજ દરમાં આ વધારો માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાભરમાં અસર કરે છે. રોકાણકારોના નિર્ણય રાતોરાત ફેડ રિઝર્વના એક નિર્ણયથી બદલાઈ જાય છે. દુનિયાભરનાશેર બજારમાં ઉથલ-પાથલ મચી જાય છે. જે સ્થિતિ અત્યંત ભયજનક બનાવી શકે છે. અમેરિકામાં લેવાયેલા નિર્ણયની અસર ફક્ત અમેરિકન અર્થતંત્ર પર જ નહી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડે છે.
હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થાની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાનું કહેવું છે કે વ્યાજદરમાં વૃદ્ધિની અસર ૨૦૨૩ના પ્રારંભથી દેખાવવા લાગશે. પરિસ્થિતિ એટલી ભયાનક થઈ શકે છે કે દર મહિને પોણા બે લાખ લોકો બેરોજગાર થઈ શકે છે. એટલે કે પહેલા ક્વાર્ટરમાં જ પાંચ લાખ લોકો અને સમગ્ર વર્ષમાં ૨૧ લાખ લોકો બેકાર થઈ શકે છે.
બેંક ઓફ અમેરિકા અનુસાર ફેડ રિઝર્વ જે પ્રમાણે વ્યાજ દરમાં વધારો કરી રહ્યું છે તેનાથી ટૂંક સમયમાં દરેક સામાનની ડિમાન્ડ ઘટી શકે છે. બેંક ઓફ અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક સમયગાળામા વૈશ્વિક વૃદ્ધિદર ઘટીને અડધો રહી શકે છે. ફેડ રિઝર્વ માટે વ્યાજદર વધારવા મજબૂરી છે.
અર્થતંત્રમાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે તેણે વ્યાજદર વધાર્યા વગર છૂટકો જ નથી, પછી ભલેને તેના લીધે મંદીનું જોખમ આવે. તેના કારણે 2023ની શરૂઆતમાં બિન કૃષિ ક્ષેત્રની નોકરીઓ પર સંકટ વધી શકે છે. તેના પહેલા ક્વાર્ટરમાં કુલ સવા 5 લાખ લોકો બેરોજગાર બની શકે છે. એટલું જ નહીં આ સિલસિલો 2023માં આખું વર્ષ રહેવાની સંભાવના છે. એટલે લગભગ 21 લાખ લોકો 2023માં પોતાની નોકરી ગુમાવી શકે છે.
અમેરિકામાં જો 40 વર્ષની સૌથી વધારે મોંઘવારી છે તો પછી તેને કંટ્રોલ કરવા માટે ફેડ રિઝર્વે પણ વ્યાજ દરમાં છેલ્લા ચાર દાયકામાં સૌથી ઝડપથી વધારો કર્યો છે. ફેડ રિઝર્વના મતે તેમનો ટારગેટ મોંઘવારીને કંટ્રોલ કરવાનો છે. તેની અસરથી અર્થવ્યવસ્થાને મંદીના જોખમથી બચાવવાની જવાબદારી પણ લેવાની છે. બેંક ઓફ અમેરિકામાં યૂએસ ઈકોનોમિક્સના હેડ માઈકલ ગેપનના મતે લેબર માર્કેટમાં 6 મહિના સુધી નબળાઈ રહી શકે છે.
પરંતુ આ નબળાઈ 2008 કે હાલમાં કોરોના દરમિયાનના 2020માં વધેલી બેરોજગારી જેવી નહીં હોય. જો હજુ બેરોજગારી દરથી 5.5 ટકા સુધી પહોંચવાની આશંકા છે તો તેની સરખામણી એપ્રિલ 2020થી કરવા પર ડરનું મોજું થોડુંક ઓછું થઈ જશે. કેમ કે અઢી વર્ષ પહેલાં એપ્રિલ 2020માં અમેરિકામાં બેરોજગારી દર 15 ટકા પર પહોંચી ગયો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.