(જી.એન.એસ),તા.18
વોશિંગ્ટ્ન,
વિશ્વની સૌથી મોંઘી કાર કઈ છે? શું તમે જાણો છો? આ કારની કિંમત એટલી વધારે છે કે તેની કિંમત 513 ફોર્ચ્યુનર કાર આવી શકે છે. Rolls-Royce La Rose Noire Droptail વિશ્વની સૌથી મોંઘી કાર છે. તેની કિંમત 267 કરોડ રૂપિયા છે. બ્રિટિશ લક્ઝરી કાર નિર્માતા ગ્રુપ રોલ્સ રોયસ આ કાર બનાવે છે. માત્ર તેના લિમિટેડ એડિશન જ ઉપલબ્ધ છે. રોલ્સ રોયસ લા રોઝ નોયર ડ્રોપટેલ કારની કિંમત રૂ. 267 કરોડ છે, જ્યારે ફોર્ચ્યુનરની કિંમત રૂ. 52 લાખની આસપાસ છે. આ રીતે, રોલ્સ-રોયસ લા રોઝ નોઇર ડ્રોપટેલને બદલે 513 ફોર્ચ્યુનર આવી શકે છે. Rolls-Royce La Rose Noire Droptail કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. આ કાર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. Rolls-Royce La Rose Noire Droptail કારમાં ટ્વિન-ટર્બોચાર્જ્ડ 6.75 લિટર ક્ષમતાનું V12 એન્જિન છે. તે 601 HP પાવર અને 840 Nm ટોર્ક જનરેટ કરે છે. કારના ઈન્ટિરિયરમાં બ્લેક સિકેમોર વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.