Home દુનિયા - WORLD વિશ્વના ઘણા બધા દેશોમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો

વિશ્વના ઘણા બધા દેશોમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ આકરો બન્યો

45
0

સાઉદી અરેબિયામાં તાપમાન 51 ડિગ્રીન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

(જી.એન.એસ) તા. 21

ડર વર્ષ કરતાં આ વર્ષે વિશ્વના ઘણા બધા દેશોમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં વધુ મોટો ફેરફાર જોવા મળ્યો છે જે એક મોટી ચિંતા ની વાત છે. ગરમી નો પ્રકોપ વધવા પાછળના કારણો ની વાત કરીએ તો પ્રદૂષણ સૌથી મોટું અને મુખ્ય કારણ છે, જેને લઈને તમામ દેશોએ યોગ્ય રીતે પગલા લેવા જોઈએ જેથી કરીને આવનારા સમયમાં આ કુદરતી ગરમી જીવલેણ ના બને. અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સાઉદી અરેબિયામાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું. બુધવારે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગરમીથી રાહત મેળવવા લોકોએ પૂલનો સહારો લીધો હતો જે મોડીરાત સુધી ખુલ્લા રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ન્યુયોર્ક શહેરમાં ડૂબી જવાથી 21 લોકોના મોત થયા હતા. આમાં પુખ્ત વયના અને બાળકો બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને તરવું આવડતું નહોતું, પરંતુ ગરમીને કારણે તે બેચેન થઈ ગયો હતો અને ઠંડુ થવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો.
આ પહેલા 1936માં અમેરિકામાં તીવ્ર ગરમીની લહેર આવી હતી. ત્યારપછી ઈલિનોઈસમાં તાપમાન 37.7 ડિગ્રી અને નોર્થ ડાકોટામાં 48.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું અને તેના કારણે લગભગ 5,000 લોકોના મોત થયા.

જો કે, અમેરિકાના હવામાન વિભાગે ફોનિક્સ સહિત અનેક વિસ્તારોમાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. બીજી તરફ, સર્બિયાના હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ સપ્તાહમાં 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન નોંધાશે. આરોગ્ય અધિકારીઓએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. બેલગ્રેડમાં પણ સ્થિતિ ખરાબ છે. ગરમીના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

આ વર્ષે અતિશય ગરમીના કારણે હજ યાત્રા પર ગયેલા યાત્રાળુઓ ને પણ ભારે તકલીફોનો સામનો કરવો પડયો છે, 550 થી યાત્રાળુની મૃત્યુ થઈ હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે.   

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ
Next articleદેશમાં પેપર લીકની ઘટનાઓમાં ભાજપનું મોટું ષડયંત્ર : રાહુલ ગાંધી