Home દેશ - NATIONAL વિવેક અગ્નિહોત્રી અને કોંગ્રેસ નેતા વચ્ચે થઇ શાબ્દિક જંગ,

વિવેક અગ્નિહોત્રી અને કોંગ્રેસ નેતા વચ્ચે થઇ શાબ્દિક જંગ,

64
0

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત અને ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ટ્વિટર પર પીએમ મોદીને ગુજરાત જીત બાદ એક શુભેચ્છા સંદેશને લઈને ટકરાયા છે. હકીકતમાં વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી પીએમ નરેન્દ્ર મોદીને ભાજપની જીત માટે શુભેચ્છા આપી અને કહ્યું કે, તમને બધાને 2024ની શુભકામનાઓ. આ સાથે તેમણે વરુના ટોળાનો ફોટો શેર કર્યો, જેમાં સૌથી આગળ ચાલનાર વરૂને લીડર જણાવ્યા છે. આ સિવાય તે ફોોટની નીચે સાઇડમાં લખ્યું છે કે લીડરને ફોલો કરનાર ક્યારેય નહીં જાણી શકે કે નેતા માટે રસ્તો બનાવવો કેટલો મુશ્કેલ છે. તો આ ટ્વીટ પર રિપ્લાય કરતા કોંગ્રેસ પ્રવક્તા

સુપ્રિયા શ્રીનેતે લખ્યું કે, ‘હે ભગવાન! શરમ નથી આવતી પ્રધાનમંત્રીને વરૂ અને ભાજપની વરૂનું ટોળું કહેતા? આપણા જેટલા પણ વૈચારિક મતભેદ હોય, હું તેની આકરી નિંદા કરૂ છું.’ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના રિપ્લાયવાળા ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ સુપ્રિયા શ્રીનેતને ‘પપ્પૂની પિડી’ કહેતા જવાબ આપ્યો છે. વિવેક અગ્નિહોત્રીને જવાબ આપતા લખ્યું- એક હોય છે મૂર્ખ. એક હોય છે મહામૂર્ખ. પણ આ બધાથી ઉપર હોય છે પપ્પૂના PiDi’ અગ્નિહોત્રીનો ઇશારો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પાલતૂ ડોગ પિડી તરફ હતો. હજુ સુધી કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત તરફથી આ ટ્વીટ પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

હાલમાં સુપ્રિયા શ્રીનેતે વિવેક અગ્નિહોત્રીને ‘શહેરમાં નવા માફીવીર’ કહ્યાં હતા. હકીકતમાં ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના 2018ના આરોપો માટે 6 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટમાં માફી માંગી હતી. તેના પર હવે કોંગ્રેસ નેતાએ વિવેક પર કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે તેમને શહેરમાં નવા માફીવીર ગણાવી દીધા અને એક માફી ફાઇલ્સ બનાવવાની સલાહ આપી દીધી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદી એ કહ્યું , “છેલ્લા 8 વર્ષમાં 72 હવાઈમથક બનાવ્યા”
Next articleAAPની નજર છે 2024 પર, 18 ડિસેમ્બરે બોલાવી નેશનલ કાઉન્સિલની બેઠક